________________
૫૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પ્રાપ્તિ અને સ્વરૂપરમણતા છે. આત્મજ્ઞાન અર્થે ધ્યાન આવશ્યક છે અને ધ્યાનની પૂર્વતૈયારીરૂપે વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે હોય છે. શ્રી સિદ્ધર્ષિગણિજીએ ‘ઉપમિતિ ભવપ્રપંચા કથામાં ધ્યાનયોગને દ્વાદશાંગી(અર્થાતુ સમસ્ત શાસ્ત્રો)નો સાર કહ્યો છે અને ક્રિયાકાંડ તથા વિધિ-નિષેધના પ્રયોજન વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે શ્રાવકના અને સાધુના જે મૂલ ગુણો અને ઉત્તર ગુણો બતાવ્યા છે તે સર્વે અને જે કાંઈ બાહ્ય ક્રિયાઓ છે તે બધી જ ધ્યાનયોગની સિદ્ધિ અર્થે કહેલ છે.
આમ, યમ-નિયમાદિ બહિરંગ સાધનોનું સેવન કરી, ચિંતન-ધ્યાનાદિ અંતરંગ સાધનોનો અભ્યાસ કરી જીવે આત્મજ્ઞાનની ઉપલબ્ધિ કરવી ઘટે છે. આત્માર્થી જીવ આત્મસ્વરૂપની સમજણ કરે છે અને શુદ્ધાત્મપ્રાપ્તિના ઉપાયરૂપ સદ્વ્યવહારને નિરંતર સેવે છે. સવ્યવહારના યથાર્થ આરાધનથી વર્ધમાન થયેલ સત્પાત્રતાના બળ વડે તે શુદ્ધ આત્માને પામીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. તેથી મોક્ષપ્રાપ્તિ માટે સત્ક્રિયારૂપ સવ્યવહાર સેવવો અત્યંત આવશ્યક છે. જેમ કોઈ મકાનની દિવાલો સુદઢ અને સરસ હોય, રંગરોગાન પણ સુંદર હોય, પરંતુ જો મકાનની ઉપર છાપરું ન હોય તો તે શોભતું નથી અને રહેઠાણને યોગ્ય ગણાતું નથી, તેમ સમજણની દિવાલો ભલે મનોરમ હોય, પરંતુ જો સત્ક્રિયારૂપ છાપરું ન હોય તો તે આત્માની દશા શોભા પામતી નથી અને તે જીવ મોક્ષમાર્ગને યોગ્ય ગણાતો નથી. તેની બૌદ્ધિક સમજણ પણ શુષ્કજ્ઞાનરૂપે પરિણમે છે અને તેનું ક્રિયા વિનાનું આ એકલું જ્ઞાન નિરર્થક ઠરે છે. માર્ગનો જાણનાર પણ પાદવિહાર સિવાય ઇચ્છિત નગરે પહોંચતો નથી. તેથી જ જ્ઞાનીઓ જીવને સદુવ્યવહારનું સેવન કરવા, પુરુષાથી થવા આહવાન કરતાં કહે છે
“હે જીવ! તારી ચૈતન્યભૂમિ રસાળ છે, ફળદ્રુપ છે. અનંત ગુણરૂપી રસકસથી ભરપૂર એવી તારી ચૈતન્યભૂમિ આનંદ, શાંતિ અને વીતરાગતાને ઉપજાવનારી છે. સત્સંગ, ભક્તિ, ઉપશમ, ત્યાગ, વૈરાગ્ય આદિ સવ્યવહારરૂપ પાણી વડે નિરંતર સિંચન કરતા રહેવાથી તારી રસાળ ચૈતન્યભૂમિમાંથી કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૪, શ્લોક ૧૧૩
“મોક્ષ: નૈક્ષયાદેવ, સ યાત્મજ્ઞાનતો ભવેત્ |
ध्यानसाध्यं मतं तच्च, तद् ध्यानं हितमात्मनः ।।' ૨- જુઓ : શ્રી સિદ્ધર્ષિગણિજીકૃત, ઉપમિતિ ભવપ્રપંચા કથા’, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬
મૈનેત્તરાળા: સર્વે, સ યં વટિયા |
मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिता ।।' ૩- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘જ્ઞાનસાર', ક્રિયાષ્ટક, શ્લોક ૨
'क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् । गतिं विना पथज्ञोऽपि नाप्नोति परमीप्सितम ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org