________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
પાણીનો મૂળ સ્વભાવ શીતળ છે, પણ પોતાથી વિરુદ્ધ એવા અગ્નિનો આશ્રય કરે તો તે ઉષ્ણ દશા પામે છે; તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ શીતળ-આનંદમય છે, પણ જો જીવ પ૨સંયોગના આશ્રયે પરિણમે તો તે અવસ્થામાં તેનું પુણ્ય-પાપરૂપે વિકારી પરિણમન થાય છે. પરંતુ જેમ ઉષ્ણતા તે પાણીનું ખરું સ્વરૂપ નથી, તેમ વિકારી ભાવો આત્માનું ખરું સ્વરૂપ નથી. ઉષ્ણતા વખતે પણ પાણીનો સ્વભાવ શીતળ જ છે, તેમ વિકા૨ વખતે પણ આત્મા ત્રિકાળ શુદ્ધસ્વભાવી જ છે. આત્મસ્વરૂપની અનુભૂતિ બાહ્ય ક્રિયાથી કે શાસ્ત્રાભ્યાસથી નથી થતી, પણ અંતરસ્વભાવ તરફ વળતાં જ તે અનુભૂતિ થાય છે. વિકારના લક્ષે વિકાર ટળતો નથી, પણ વિકારનું લક્ષ છોડીને ત્રિકાળી વીતરાગસ્વરૂપ નિજચૈતન્યસ્વભાવનો લક્ષ કરતાં વિકાર ટળી જાય છે. તેથી વિકારી ભાવોથી થતાં આ સંસા૨પરિભ્રમણનો ઉકળાટ ટાળવા માટે શાંત ચૈતન્યસ્વરૂપમાં ઢળવું જોઈએ. ‘હું શુદ્ધ ચૈતન્ય છું. આ સંયોગો દેખાય છે તે બધા મારાથી ભિન્ન છે; સંયોગના લક્ષે જે ભાવો થાય છે તે વિકાર છે, તે મારું સ્વરૂપ નથી; મારું સ્વરૂપ તો જ્ઞાનાનંદ છે' એમ પોતાના ચૈતન્યસ્વરૂપની સમજણ કરવી તે ધર્મ છે.
૨૩૪
-
-
ડુંગર ઉપર ચડનારનું લક્ષ નીચે તળેટી તરફ હોતું નથી, પણ ઊંચું શિખર તરફ હોય છે; તેમ જેને આત્માની શુદ્ધ દશા પ્રગટ કરવી હોય તે જીવ નીચે ન જુએ, એટલે કે રાગાદિને કે ક્ષણિક અવસ્થાને જ પોતાનું સ્વરૂપ ન સમજે, પણ સદા પરિપૂર્ણ નિજચૈતન્યસ્વભાવની જ શ્રદ્ધા કરે. ક્ષણિક અવસ્થામાં કે રાગમાં એકતા માનીને તે તેમાં આરૂઢ નથી થતો, પણ ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં આરૂઢ થાય છે. તેની પરિણતિ ઊંચે ને ઊંચે ચડતી જાય છે, અર્થાત્ આત્મા શુદ્ધ થતાં થતાં અંતે મુક્તિ પામે છે. ત્રણે કાળમાં ધર્મની રીત આ એક જ છે. ધર્મ માત્ર આત્મસ્વભાવના અવલંબને થાય છે. કોઈ પણ પરદ્રવ્યના આશ્રયે ધર્મ થતો નથી. પરદ્રવ્યના આશ્રયે વિકાર અને દુઃખ જ થાય છે.
સદ્ગુરુ શિષ્યને નિજપદનો આવો લક્ષ કરાવી, તેની પ્રાપ્તિ કરવા માટે પ્રેરણા કરે છે કે ‘હે વત્સ! તું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત કરીને તારા અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંત ગુણોનું નિર્મળ પરિણમન પ્રગટાવ. તારી સર્વ સંપત્તિનો આધાર તું પોતે જ છે, તું તારા તત્ત્વને પ્રગટ કરવા સદા પુરુષાર્થશીલ અને જાગૃત બન. અનંત અવ્યાબાધ સુખ પ્રગટ કરવા બાહ્ય દૃષ્ટિ છોડી અવિકારી સ્વભાવ તરફ વળ. અખંડ સ્વભાવની સમીપ જશે તો અનહદ શાંતિ અને આનંદ પ્રગટશે. એક વાર અંતરસન્મુખ થઈને હું જ્ઞાનાનંદમય, પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ કર.'
Jain Education International
અપરંપાર કરુણામાંથી પ્રવહેલું સદ્ગુરુનું માર્ગદર્શન અનુસરતાં આત્માર્થીને પ્રતીતિ થાય છે કે “મારું આત્મપદ તો ચિદાનંદથી ભરપૂર છે. પરંતુ નિજપદને ભૂલી મારાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org