Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧
૨૭૫
અને સત્સમાગમથી સ્વરૂપસન્મુખતાનો અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ ખૂબ સરળતાથી અને ત્વરાથી થાય છે. તેમના બળે શુદ્ધાત્મા લક્ષગત થાય છે અને ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે. આ ત્રણ પ્રબળ નિમિત્તોની ઉપકારિતા દર્શાવતાં શ્રીમદ્ લખે છે કે –
“અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; – છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તા!”
સદ્દગુરુનાં વચનામૃત વીતરાગમાર્ગનાં વહેણ છે. તેમાં વીતરાગરસ ભર્યો છે. તેમની વાણીમાંથી માત્ર વીતરાગતા જ ટપકે છે. તેમના અલૌકિક વચનામૃતથી સ્વરૂપ સાધવાની કળા શીખવા મળે છે, માર્ગના અવરોધો ઓળંગવાનું માર્ગદર્શન મળે છે તથા પુરુષાર્થ પ્રગટાવવા માટે ઉત્સાહ અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. સિદ્ધાંત અને સાધનાનાં રહસ્યોથી ભરેલા તેમના બોધનું શ્રવણ કરતાં જ વૃત્તિ દૃશ્યપ્રપંચમાંથી દ્રષ્ટા તરફ, પરમાંથી સ્વ તરફ પાછી વળે છે. દીર્ઘ કાળ પર્યત બાહ્ય ક્રિયાઓ કરીને પણ જે પ્રાપ્ત નથી કરી શકાતું, તે પ્રત્યક્ષ સદ્ગુરુના એકાદ મહિમાવંત શબ્દથી ક્ષણમાં કરી શકાય છે. તેમનાં વચનામૃતથી એવો જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થાય છે કે અનાદિનો અજ્ઞાન-અંધકાર ક્ષણવારમાં નષ્ટ પામે છે.
સદ્દગુરુનો એવો અલૌકિક પ્રતાપ છે કે તેઓ ઉપદેશની ઝડીઓ ન વરસાવે તોપણ તેમનાં નિર્મળ નેત્રો આત્માર્થીમાં ધર્મભાવના પ્રેરે છે. તેમની મુદ્રા આત્માર્થીના હૃદયને ઢંઢોળીને આત્માની ભાષા દ્વારા વિષયસુખની ભ્રામકતા અને સંસારની અસારતા મૌનમાં સમજાવે છે. સંસારના તાપથી દાઝેલા દુઃખી જીવો સદ્ગુરુના ઘડીભરના દર્શન માત્રથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. તેમની પવિત્ર મુદ્રાના દર્શનથી આત્માર્થીના હૃદયમાં પ્રેમની લાગણી એવી ઊપસી આવે છે કે વારંવાર તે પ્રકાશમય મુખમુદ્રાનાં દર્શનથી તે વિકાસના પંથે આગળ વધતો જાય છે. સદ્ગુરુ સાથેના મિલનના પ્રસંગે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૪-૬૩૫ (પત્રાંક-૮૭૫) ૨- જુઓ : (૧) આચાર્યશ્રી પવનંદિસ્વામીકત, ‘પવનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૧૧, શ્લોક ૪
'स जयति गुरुर्गरीयान यस्यामलवचनरश्मिभिर्झगिति ।
नश्यति तन्मोहतमो यदविषयो दिनकरादीनाम् ।।' (૨) શ્રી શંકરાચાર્યજીકૃત, ‘ગુરુગીતા', શ્લોક ૩૪
જ્ઞાનતિમિરાંદસ્ય, જ્ઞાન નનશરાજ | चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org