Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પણ જતું નથી. જિનેશ્વરનું અવલંબન લેવા છતાં દેવતત્ત્વ સંબંધી તેનું શ્રદ્ધાન અયથાર્થ જ રહે છે. તેથી શ્રીમદે તેવા જીવને બાહ્ય ઓળખાણથી આગળ વધી, અંતરંગ સ્વરૂપની ઓળખાણ કરી, મતાથપણાને પરિહરવાની પ્રેરણા કરી છે.
જ્ઞાનીઓ પ્રેરણા કરે છે કે “હે જીવ! દુર્લભ સંયોગો મળવા છતાં જિનેશ્વરની વાસ્તવિક ઓળખાણ નહીં કરે તો તું આત્મહિતનો અવસર ખોઈ બેસશે. માત્ર જિનદેહ અને સમવસરણાદિ સિદ્ધિના મહિનામાં બુદ્ધિને રોકશે તો મનુષ્યપણામાં મળેલી બુદ્ધિ સાર્થક નહીં થાય. હે ભવ્ય! જિનેશ્વર ભગવાનનાં શરીરનાં માપ અને ધર્મસભા વગેરે પુણ્યોદયને ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ ન માન. તારી મિથ્યા માન્યતાને પોષણ આપવાનું બંધ કર અને નક્કી કર કે મારે જિનેશ્વરના અંતરંગ સ્વરૂપનો આશ્રય કરવો છે. તેમની અંતરંગ વીતરાગી દશા સમજવા તારી બુદ્ધિનો ઉપયોગ કર. તું ખૂબ જાગૃતિ રાખ અને સત્ય સમજણના બળથી જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની સન્મુખ થઈ આત્માર્થને સાધ. જિનભક્તિની પુનિત યાત્રામાં બાહ્ય ઓળખાણમાં અટકી ન રહેતાં, તાત્ત્વિક ભક્તિની નિષ્પત્તિ અર્થે નિરંતર ઉદ્યમી રહેશે તો તારું અવશ્ય કલ્યાણ થશે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
“જે જિનદેહ પ્રમાણ ને, લંછન વર્ણ આકાર; લિંગ જાતિ ઉત્કૃષ્ટતા, એ એકાંત વિચાર. ત્રણ ગઢ વ્યાપી સહિત જે, સમવસરણાદિ સિદ્ધિ; છત્ર ત્રણ જ્યાં શોભતાં, પ્રાતિહાર્યની રિદ્ધિ. અશોક તરુ ને દુંદુભિ, ભામંડળ સુપ્રકાશ; વર્ણન સમજે જિનનું, બાહ્ય લક્ષણો ભાસ. માયિક પણ ઈદ્રજાળથી, વિસ્તારે બહુ રિદ્ધિ, સાચું માને મૂર્ખ પણ, રોકી રહે નિજ બુદ્ધિ. ૧
*
*
*
૧- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૯૭-૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org