Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૨૬
'અથા
- ગાથા ૨૫માં કહ્યું કે મતાથ જીવ જિનેશ્વર ભગવાનના શરીરનાં વર્ણનાદિને ભૂમિકા
= તથા સમવસરણાદિ સિદ્ધિને જ જિનનું સ્વરૂપ માને છે અને જિનના વાસ્તવિક સ્વરૂપથી અજાણ રહે છે. જે વસ્તુ પામવા યોગ્ય છે તે જિનનું અંતરંગ સ્વરૂપ છે અને આ વાત દૃષ્ટિસન્મુખ ન રાખવી તેને મતાર્થ ગણ્યો છે.
આમ, ગાથા ૨૫માં દેવતત્ત્વ સંબંધી મિથ્યા માન્યતારૂપ મતાર્થનું સ્વરૂપ બતાવ્યું. હવે ગુરુતત્ત્વ સંબંધી મતાર્થનું સ્વરૂપ ફરીથી દર્શાવવામાં આવે છે.૧ ગાથા ૨૪માં અજ્ઞાનના કારણે અસદ્ગુરુને સગુરુ માની લઈ પ્રવર્તતા મતાર્થનું કથન કર્યું. હવે આ ૨૬મી ગાથામાં સગુરુને સગુરુ તરીકે અને અસદ્દગુરુને અસદ્ગુરુ તરીકે જાણવા છતાં મતાર્થી જીવ કઈ રીતે પ્રવર્તે છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે –
“પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દષ્ટિ વિમુખ; ગાથા |
અસદ્દગુરુને દટ કરે, નિજ માનાર્થે મુખ્ય.' (૨૬) - પ્રત્યક્ષ સદ્દગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી
સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દઢપણું જણાવે. (૨૬)
ત જે વાસ્તવમાં આત્માનો અર્થી નથી, પણ માનનો અર્થી છે અને જેનામાં
આત્માર્થી ગણાવવાની કામના વર્તે છે એવા મતાથની પ્રકૃતિ દર્શાવતાં શ્રીમદ્ આ ગાથામાં કહે છે કે ક્યારેક મહત્પષ્યના યોગે મતાર્થી જીવને સદ્ગુરુનો ૧- અહીં એ પ્રશ્ન થવો સંભવિત છે કે ગાથા ૨૪માં ગુરુતત્ત્વ સંબંધી મતાથની ભૂલ બતાવ્યા પછી તરત ગુરુતત્ત્વ સંબંધી થતી ભૂલનો બીજો પ્રકાર દર્શાવતી આ ગાથા ન લેતાં દેવતત્ત્વ સંબંધી થતી ભૂલની ગાથા ૨૫ શા માટે લીધી હશે?
તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય કે મતાથ એટલે અવળી મતિ અને આત્માર્થી તે સવળી મતિ. મતાર્થીની વિપરીત માન્યતા તથા પ્રવર્તનનું કારણ એવી (૧) તત્ત્વમૂઢતા તથા (૨) વિપરીત રુચિના કારણે સંસારાભિમુખતા અને માનાદિ પોષવારૂપ મલિન ભાવોની પ્રધાનતા છે. આ તથ્ય લક્ષમાં રાખતાં એમ અનુમાન કરી શકાય છે કે ગાથા ૨૪ તથા ૨૫માં સદ્ગુરુ તથા સતુદેવનાં સ્વરૂપ સંબંધી મૂઢતાના કારણે થતી વિપરીત માન્યતા-પ્રવર્તના દર્શાવી છે, જ્યારે ગાથા ૨૬માં મોક્ષાભિમુખ વલણના અભાવે તેની સર્વ પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને રહેલી માનાદિ કામનાના કારણે થતી વિપરીત પ્રવર્તના દર્શાવી છે.
ભાવાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org