________________
ગાથા-૨૮
૫૨૫
લખે છે કે -
જેમ ધન વા અન્નને પ્રાણ કહ્યા છે તેનું કારણ, ધનથી અન્ન લાવી તેનું ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કહ્યા છે. કોઈ ઇંદ્રિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ પામે, તેમ અનશનાદિક વા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે, કારણ કે અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિત્તાહિરૂપ પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્યતાનું પોષણ કરવામાં આવે છે, તેથી એ અનશનાદિને વા પ્રાયશ્ચિત્તાદિકને ઉપચારથી તપ કહ્યાં છે; પણ કોઈ વીતરાગભાવરૂપ તપને તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે. ઘણું શું કહીએ! આટલું જ સમજી લેવું કે - નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી.
આના ઉપરથી ફલિત થાય છે કે ઉપવાસ આદિ બાહ્ય તપ તથા સ્વાધ્યાય આદિ અત્યંતર તપ બન્ને વ્યવહાર તપ છે અને તેના પરિણામે પ્રગટેલી વીતરાગભાવરૂપ વિશુદ્ધતા તે નિશ્ચય તપ છે. તપના આ યથાર્થ સ્વરૂપની સમજ વગર માત્ર દેહાદિની ક્રિયા કરી તપ માનવું તે નામતપ છે. ઇચ્છાઓનો નિરોધ થઈ વીતરાગભાવની વૃદ્ધિ થવી એ તપનું મૂળ પ્રયોજન છે. કોઈ પણ તપ આ પ્રયોજનની સિદ્ધિ કરે તો જ તે વ્યવહાર તપ છે, અન્યથા તે નામતપ છે. ઉપવાસના ઉદાહરણથી વિચારીએ તો ઉપવાસ એટલે આત્માની નિકટ જવું, આત્મામાં વાસ કરવો એમ સમજવાને બદલે માત્ર શરીરને આહારથી વંચિત રાખવું એને ઉપવાસ સમજવામાં આવે તો તે નામત૫ છે. ઉપવાસના મૂળ અર્થ અને હેતુ સુધી પહોંચવું જોઈએ. ઉપવાસ એટલે “આત્માની પાસે રહેવું'. આવી ભાવનાથી કરેલા ઉપવાસથી જ આત્મસન્મુખતાની વૃદ્ધિ થાય છે, પરંતુ આત્માના ભાન વિના માત્ર ભૂખ્યા-તરસ્યા રહેવાથી ધર્મ થતો નથી. જો આત્માર્થ સિવાય અન્ય હેતુએ ઉપવાસાદિ કરે તો તેનાથી કદી નિર્જરા થતી નથી. ઉપવાસાદિ કરવામાં આવે ત્યારે ઉપયોગ અશુભ, શુભ કે શુદ્ધ એમ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે પરિણમી શકે અને તે અનુસાર બંધ કે નિર્જરા થાય છે. શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ છે અને શુભાશુભ પરિણામ બંધનાં કારણ છે. વ્યવહાર તપ દ્વારા જે વીતરાગભાવરૂપ વિશુદ્ધતા થાય છે તે નિર્જરાનું કારણ બને છે, પરંતુ નામતપથી નિર્જરા થતી નથી. જીવના અંતરંગ પરિણામ અનુસાર ફળ મળતું હોવાથી યથાર્થ સમજણ વિના કે અશુદ્ધ લક્ષપૂર્વક કરાયેલા ઉપવાસાદિ તપ'નું નામ ધરાવતા હોવા છતાં તેનાથી કાર્યસિદ્ધિ થતી ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭,
પૃ.૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org