________________
ગાથા - ૨૯
- ગાથા ૨૮માં ધર્મના અંગભૂત એવાં વ્રત-તપાદિનું સેવન કરવામાં કેવું La] મતાર્થપણું પ્રવેશી જાય છે તેનું દર્શન કરાવતાં કહ્યું કે મતાથ જીવ વ્રતાદિનો હેતુ જાણ્યા વિના વ્રતો રહણ કરે છે, પોતાની વૃત્તિનું સ્વરૂપ કેવું છે તેની તપાસ કરતો નથી, પોતાને ‘વ્રતધારી' ગણાવી અહંકારની પુષ્ટિ કરે છે અને ક્વચિત્ સાચો ઉપદેશ સાંભળવા મળે તો પણ લોકો તરફથી મળતાં માન અને સત્કાર આદિના લોભથી સાચા ઉપદેશને ગ્રહણ કરતો નથી. તેનાં વ્રતાદિનું લક્ષ આત્માર્થ નહીં પણ લોકોમાં સારા ગણાવવાનું, ધર્મિષ્ઠ કે જ્ઞાની કહેવડાવવાનું રહે છે.
આમ, ગાથા ૨૪થી શરૂ કરીને ગાથા ૨૮ પર્યત શ્રીમદે ક્રિયાજડ મતાર્થીનાં લક્ષણ સમજાવ્યાં. હવે ગાથા ૨૯ થી ૩૧ સુધી મતાર્થીના બીજા પ્રકારનું - શુષ્કજ્ઞાની મતાર્થીનું વર્ણન શ્રીમદે કર્યું છે. પ્રસ્તુત ગાથામાં શુષ્કજ્ઞાની મતાર્થીનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ કહે છે –
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; ગાથા
લોએ સવ્યવહારને, સાધન રહિત થાય.” (૨૯) 3 અથવા “સમયસાર' કે “યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચય
નયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સત્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. (૨૯)
પૂર્વોક્ત પાંચ ગાથાઓમાં એકાંત વ્યવહારનયના આગ્રહી એવા વ્યવહારોભાવાર્થ
A] ભાસી જીવોએ ગુરુ-દેવ-ધર્મ સંબંધી સહી લીધેલા મતાગ્રહોનું દર્શન કરાવી શ્રીમદે વ્યવહારાભાસી મતાર્થીનાં લક્ષણ સમજાવ્યાં છે. હવે મતાર્થી જીવનો બીજો પ્રકાર કહેવામાં આવે છે એમ પ્રકારાંતરસૂચક “અથવા' શબ્દથી સૂચવી, વ્યવહારનયની ઉપેક્ષા કરનાર અને એકાંતે નિશ્ચયને ગ્રહણ કરનાર નિશ્ચયાભાસી મતાર્થી જીવનું વર્ણન શ્રીમદ્ પ્રસ્તુત ગાથામાં કરે છે.
એકાંત નિશ્ચયવાદી શુષ્કજ્ઞાની મતાર્થી જીવ જે ગ્રંથોમાં મુખ્યત્વે નિશ્ચયનયથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવા “સમયસાર', યોગવાસિષ્ઠ' આદિ ગ્રંથો વાંચી, આત્મા અબંધ, અસંગ, અકર્તા, પરમ શુદ્ધ છે એમ એકાંતે ગ્રહણ કરે છે અને તે
અથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org