Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૨૯
૫૩૯
જીવોની દષ્ટિ કેન્દ્રિત કરાવી શુદ્ધ આત્મા પ્રગટાવવાનું આહ્વાન કરે છે. નિશ્ચયનયના મર્મને સત્ય સ્વરૂપે સમજીને, તેને હૃદયમાં ધરીને, તેના ભાનપૂર્વકના સદ્વ્યવહારથી જીવ પોતાનામાં રહેલી સત્તાગત શુદ્ધતાનો આવિર્ભાવ કરી પરમ સિદ્ધપદને પામે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે –
તુરંગ ચડી જિમ પામીએજી, વેગે પુરનો પંથ; માર્ગ તિમ શિવનો લહેજી, વ્યવહાર નિગ્રંથ. મહેલ ચઢતાં જિમ નહીંજી, તેહ તુરંગનું કાજ;
સફળ નહીં નિશ્ચય લહેજી, તેમ તનુકિરિયા સાજ.” અહીં જણાવ્યા પ્રમાણે જેમ કોઈ માણસને દૂરના ગામે જવું હોય તો ઘોડો (વાહન) તેને દૂરના ગામે પહોંચવામાં સહાયક - ઉપકારક થાય છે; તેમ પરમાર્થના ધ્યેયપૂર્વક સવ્યવહારનું સેવન કરવાથી નિર્ગથ મોક્ષમાર્ગને પામી શકાય છે. વળી, ઘોડાની સહાય વડે નગરમાં સુગમતાથી પ્રવેશ કર્યા પછી મહેલ ઉપર ચઢતાં જેમ ઘોડાની જરૂર રહેતી નથી, તેમ સવ્યવહારના સેવનથી કાર્યસિદ્ધિ થયા પછી સત્સાધનની જરૂર રહેતી નથી. પરંતુ જેમ વિકટ જંગલમાંથી પસાર થતો ઘોડેસવાર નગર આવતાં પહેલાં જ જો ઘોડાનો ત્યાગ કરી દે તો ગાઢ જંગલમાં રખડીને હેરાન થઈ જાય, શિકારી પશુઓના સપાટામાં આવી જઈ મરણને શરણે થાય અને પોતાના ગંતવ્ય નગરે પહોંચે નહીં, તેમ સંસારરૂપી ઘોર જંગલને પસાર કરી મોક્ષમહેલ પહોંચવા માટે સદ્વ્યવહારરૂપી ઘોડાનું અવલંબન લેવું જોઈએ. મોક્ષમહેલને પ્રાપ્ત કરતાં પહેલાં જો સદ્વ્યવહારરૂપ ઘોડાનો ત્યાગ કરવામાં આવે તો મિથ્યાત્વાદિ શિકારી પશુઓના સપાટામાં આવી જીવ પોતાનો ઘાતક થાય અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે નહીં.
આમ, જે જીવ સદ્વ્યવહારનો સ્વીકાર કરતો નથી તેનો ઉદ્ધાર કદાપિ શક્ય નથી. નિશ્ચયપ્રધાન ગ્રંથોનો પવિત્ર આશય સમજ્યા વિના મતાર્થી જીવ એકાંત નિશ્ચયનયનો જ આગ્રહ કરે છે અને પોતાને અનુકૂળ આવતી વાતો પકડી રાખી, સગવડિયો પંથ ગ્રહણ કરી સ્વચ્છેદે વર્તે છે. તે નિશ્ચય કથનોના ઓઠા હેઠળ પોતાની શિથિલતા પોષે છે. હું જડ દેહ નથી, પણ ચૈતન્ય આત્મા છું' એવાં વાક્યોને તે વાણીમાં રહણ કરી લે છે, પરંતુ એ વાક્યોનાં પરિણમનનો પુરુષાર્થ નથી કરતો અને તેથી તે પૂર્વવતું
આ દેહ તે હું એમ માનીને જ જીવે છે. “સુખ સ્વમાં છે, સ્વથી છે' આદિ પારાયણ કરતો રહે છે, પણ સુખ માટે ઝાંપા મારે છે પરમાં, ઇન્દ્રિયવિષયોમાં જ. પરિણામે ઇચ્છા, અપેક્ષા, આસક્તિ, તૃષ્ણા તેનો કેડો મૂકતાં નથી અને તે ઉદય-પ્રસંગોની ગુલામીમાંથી મુક્ત થઈ શકતો નથી. ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી પ૬,૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org