________________
૫૪)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે નિશ્ચયનાં કથનોનો પરમાર્થ સમજ્યા વિના હું શુદ્ધ છું, હું નિર્લેપ છું' એમ એકાંતે માની, કર્મબંધને રોકવા માટેની સંવરની પ્રરૂપણાને સ્વીકારતો નથી. તે સમજતો નથી કે શુદ્ધ સ્વભાવના સ્વીકાર સાથે જો અશુદ્ધ પર્યાયનો અસ્વીકાર કરવામાં આવે તો સમ્યજ્ઞાન કદાપિ સંભવતું નથી. સાધનામાં દ્રવ્યની પૂર્ણતા અને શુદ્ધતાનું અવલંબન લેવા સાથે પર્યાયની અપૂર્ણતા અને અશુદ્ધતાનું ભાન કરી તે ટાળવાનો પુરુષાર્થ પણ અભિપ્રેત છે. એ સત્ય છે કે દ્રવ્યદષ્ટિના અવલંબન દ્વારા જ પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે, પરંતુ પર્યાયમાં અત્યંત અશુદ્ધતાના સર્ભાવમાં દ્રવ્યદૃષ્ટિની ક્ષમતા પ્રગટતી નથી એ પણ એટલું જ નિર્વિવાદ સત્ય છે. તેથી ફક્ત દ્રવ્યની શુદ્ધતાથી સંતોષ માની લેવાથી કલ્યાણ થતું નથી, પરંતુ પર્યાયમાં જે પામરતા છે તેને અનંત કાળની એઠ સમાન જાણીને તત્પણ ઓકી નાખવી જરૂરી છે. દ્રવ્યનો ખરો મહિમા નિર્મળ પર્યાયથી જ લક્ષમાં આવે છે. દ્રવ્યની શુદ્ધતા તો સિદ્ધ ભગવાનને અને નિગોદના જીવને બન્નેને છે, પરંતુ નિગોદના જીવને અત્યંત આકુળતા અને દુઃખનું વેદન છે, જ્યારે સિદ્ધને પ્રચુર નિરાકુળતાનું, કેવળ આનંદનું જ વેદન છે, અર્થાત્ પર્યાયમાં પ્રગટેલી શુદ્ધતા જ જીવ ભોગવી શકે છે. દ્રવ્ય-ગુણની શુદ્ધતા શક્તિપણે અપ્રગટ રહી હોવાથી તેનું વેદન થઈ શકતું નથી. તેથી સતત જાગૃતિપૂર્વક પર્યાયની અશુદ્ધતાનો નાશ કરી જીવે શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું ઘટે છે. પરંતુ શુષ્કજ્ઞાની મતાથી જીવ તો વ્રત-તપ, વિનય, સદ્ગુરુભક્તિ આદિ સદ્વ્યવહારની આવશ્યકતા સમજતો ન હોવાથી, તે સદ્વ્યવહારનું સેવન કરીને નિશ્ચયનયે બતાવેલા આત્માના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવાને બદલે સવ્યવહારને જ છોડી દે છે. નિશ્ચયનયનો મર્મ સમજ્યા વિના તેને પાણીમાં ગ્રહણ કરી, પોતાની સ્વછંદવૃત્તિને પોષી તે વિપરીત પ્રવર્તન કરે છે. સદ્વ્યવહારનો લોપ કરી તે સાધન-રહિત થાય છે.
નિશ્ચયપ્રધાન ગ્રંથોનો અભ્યાસ કરી કોઈ નાસ્તિકપણે વર્તે તો તેમાં શાસ્ત્રોનો કે શાસ્ત્રકારોનો દોષ નથી, પરંતુ તે જીવની મિથ્યા સમજણનો જ દોષ છે. નિષ્કારણ કરુણાશીલ જ્ઞાનીઓના ઉપદેશમાં જનકલ્યાણ સિવાય કોઈ સ્પૃહા હોતી નથી. તેમનો ઉપદેશ રહીને જીવે પોતાના દોષોનો, પોતાની વિપરીત પ્રવર્તનનો ત્યાગ કરી ઉપર ઊઠવું ઘટે છે. તે પ્રમાણે ન કરતાં જો તે જ્ઞાનીઓના ઉપદેશનો વિપરીત અર્થ ગ્રહણ કરે તો તેમાં ઉપદેશકનો શો દોષ? કોઈ જીવ ક્રિયાઓમાં કૃતકૃત્યતા માની તેમાં અટકી ગયો હોય તો જ્ઞાનીએ તેને અભિપ્રાય બદલવાનો ઉપદેશ આપ્યો હોય, પરંતુ તેવા ઉપદેશને એકાંતે ગ્રહી, શુષ્કજ્ઞાની ક્રિયાને જ છોડી દેવાની વાત કરે છે અને તેમ કરવાથી તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનીઓ જીવને અશુભ કાર્યોમાં ધકેલી દેવા માટે શુભ ક્રિયાઓની મર્યાદા નથી બતાવતા, પરંતુ ધર્મના યથાર્થ સ્વીકાર માટે તેમ બતાવે છે. પરંતુ શુષ્કજ્ઞાની મતાથ જીવ પોતાની સ્વચ્છેદવૃત્તિ અને વિપરીત મતિના કારણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org