Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે અને હિંસા, જૂઠ, ચોરી વગેરે અશુભ ભાવ છે. શુભ ભાવ પુણ્યબંધનું કારણ છે અને અશુભ ભાવ પાપબંધનું કારણ છે. પુણ્ય અને પાપ બન્ને સંસારનાં જ કારણ છે. સંસારમાં પ્રવેશ કરાવવાવાળાં પુણ્ય-પાપ ઉપાદેય કઈ રીતે હોઈ શકે?૧ જેમ કોઈ સ્થળે નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને રસ્તામાં શત્રુ મળે, તેની સાથે ઝગડો કરવામાં વિલંબ થાય તો નુકસાન જ છે, શત્રુના સ્થાને જો કોઈ મિત્ર મળી જાય તો પણ તેની સાથેનું મિલન સ્નેહસભર હોવા છતાં તેના કારણે ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ તો થાય જ છે, અર્થાત્ તે પણ બાધારૂપ જ છે, તેમ પુણ્ય-પાપ મિત્ર-શત્રુ સમાન છે, બન્ને સંયોગી ભાવ છે; અને મોક્ષે જવામાં બાધારૂપ છે. પુણ્યપાપ બંધરૂપ છે અને આત્માનું હિત અબંધ (મોક્ષ) દશા પ્રાપ્ત કરવામાં છે. પુણ્યથી જીવને સ્વર્ગ મળે છે અને પાપથી નરક. જે આ બન્નેને છોડીને શુદ્ધ ભાવમાં સ્થિર રહે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે.
શુભ ભાવથી પુણ્યબંધ અને અશુભ ભાવથી પાપબંધ થાય છે, તેથી શુભ ભાવ અને અશુભ ભાવ વસ્તુતઃ કર્મબંધના જ પ્રકાર હોવાથી, શુભ પ્રવૃત્તિને પણ અશુભ પ્રવૃત્તિની જેમ એકાંતે હેય માનીને શુષ્કજ્ઞાની મતાર્થી જીવ શુભ ક્રિયારૂપ સવ્યવહાર છોડી દે છે. ‘શુભ ક્રિયાથી પુણ્ય બંધાય છે અને તેથી સંસારમાં રખડવું પડે છે. મોક્ષ તો પુણ્ય તથા પાપ બન્નેના બંધથી નિવૃત્ત થાય ત્યારે જ મળે છે.' એમ કહીને તે સદ્વ્યવહારનો લોપ કરી, સાધનરહિત થઈ સ્વચ્છેદે પ્રવર્તે છે. આવા જીવને જ્ઞાની કહે છે કે જે જીવ શુભ ઉપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે તથા શુદ્ધ ઉપયોગને ઓળખતો નથી, તેને અશુદ્ધતાની અપેક્ષાએ અથવા બંધકારણની અપેક્ષાએ શુભ-અશુભ બને સમાન બતાવ્યા છે; પરંતુ શુભ-અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભ ભાવોમાં કષાય મંદ થાય છે, તેથી બંધ અલ્પ થાય છે તથા અશુભ ભાવોમાં કષાય તીવ્ર થાય છે અને તેથી બંધ વિશેષ થાય છે. રોગ ઓછો હોય કે વધુ હોય, તે ખરાબ જ છે; પરંતુ વધારે રોગની અપેક્ષાએ ઓછો રોગ સરખામણીમાં ઓછો નુકસાનકારક કહેવાય છે. એ પ્રમાણે અશુભની અપેક્ષાએ શુભને સારો કહેવામાં આવે છે. શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી. શ્રી કાનજીસ્વામી કહે છે – ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૧૪૫
'कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं ।
कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ।।' ૨- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્રદેવકૃત, યોગસાર', ગાથા ૩૨
'पुर्णिण पावइ सग्ग जीउ पावएं णरय-णिवासु । वे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org