Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૨૯
૫૪૩
શુષ્કજ્ઞાની શાસ્ત્ર વાંચે અને પ્રશ્ન કરે કે રાગ કરવો તે ધર્મ નથી; માટે દેવગુરુ-શાસ્ત્ર આદિ તો પર છે. તેનો વિનય-ભક્તિ કરવાની જરૂર નથી; પણ હજી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં તેને રાગ ભર્યો છે, અશુભ રાગ તો તેને કરવો છે; અને પ્રશસ્ત રાગમાં રહેવું નથી, એ જશે ક્યાં?૧
શુષ્કજ્ઞાની શુભોપયોગને બંધનું કારણ જાણી, તેને હેય માની ત્યાગે છે, પરંતુ બીજી બાજુ તે શુદ્ધોપયોગરૂપે પરિણમી શકતો નથી, તેથી અશુભ પ્રવૃત્તિ કરી કર્મ બાંધી સંસારમાં ભટકે છે. તે જીવ જાણતો નથી કે અરાગીપણાના લક્ષે કરાતો દેવગુરુ-ધર્મ પ્રત્યેનો રાગ તે અભ્યદયનું કારણ થાય છે. જેમ જેમ પાધિક પ્રીતિને જાત્યાંતર કરીને તેને નિરૂપાધિક બનાવવામાં આવે છે, તેમ તેમ પાપપ્રવૃત્તિ ઘટતી જાય છે, કામ-ક્રોધાદિ ભાવોનો ઉપશમ થતો જાય છે, ચિત્તપ્રસન્નતા વધતી જાય છે અને સદાચારાદિ સુદઢ થતાં જાય છે. પરિણામોની નિર્મળતા થતાં સ્વપરભેદવિજ્ઞાન પ્રગટ થાય છે અને તે દ્વારા પ્રાપ્ત થયેલ સ્વરૂપસન્મુખતા સ્વરૂપસ્થિરતામાં પરિણમે છે. આમ, દેવ-ગુરુ-ધર્મનો અનુરાગ વીતરાગી ભક્તિમાં પરિણમી મોક્ષનું કારણ થાય છે, જ્યારે વિષયમાં અનુરાગ નરક-નિગોદાદિ ગતિનું કારણ થાય છે. આ પ્રમાણે ધર્મમાં અનુરાગ અને વિષયમાં અનુરાગ - બને અનુરાગ હોવા છતાં પણ તે બને અનુરાગમાં ઘણું મોટું અંતર છે. એક ઊર્ધ્વગમનનું કારણ છે, બીજું પતનનું કારણ છે. શુભ ઉપયોગથી કષાય મંદ થાય છે, ત્યારે અશુભ ઉપયોગથી તીવ્ર થાય છે. મંદ કષાયનાં કાર્યો છોડી તીવ્ર કષાયનાં કાર્યો કરવાં એ તો કડવી વસ્તુ છોડી વિષ ખાવા જેવું છે, અર્થાત્ શુદ્ધ ઉપયોગના અભાવ વખતે શુભ યોગમાં રહેવું, પણ શુભ યોગને છોડી પાપમાં પ્રવર્તવું યોગ્ય નથી. આ સંદર્ભમાં પંડિત શ્રી ટોડરમલજીનું કથન દૃષ્ટવ્ય છે –
જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું ધન જતું જાણે, ત્યાં પોતાની ઇચ્છાથી અલ્પ ધન આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર પણ કષાયરૂપ કાર્ય કરવા ઇચ્છતા નથી, પરંતુ જ્યાં ઘણા કષાયરૂપ અશુભ કાર્ય થતું જાણે, ત્યાં ઇચ્છા કરીને અલા કષાયરૂપ શુભ કાર્ય કરવાનો ઉદ્યમ કરે છે. એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે - જ્યાં શુદ્ધોપયોગ થતો જાણે ત્યાં તો શુભ કાર્યનો નિષેધ જ છે, અને જ્યાં અશુભોપયોગ થતો જાણે, ત્યાં શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે.*
કોઈને દંડ થતો હોય ત્યારે તે દંડ ઓછો આપવો પડે તે માટે ઉપાય કરે છે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૪૮ ૨- પંડિત શ્રી ટોડરમલજીકત, ‘મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭,
પૃ. ૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org