________________
૫૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
પણ અંતરમાં તથારૂપ ગુણની સ્પર્શના વિના માત્ર શબ્દોમાં જ, અર્થાત્ વાચામાં જ નિશ્ચયનયની વાતો આવે છે, પણ આત્મપરિણતિરૂપે તેનું ગ્રહણ થતું નથી. આત્મા સંબંધી ચર્ચા કરતો હોવા છતાં પણ ‘હું ત્રિકાળી શુદ્ધ પૂર્ણાનંદી આત્મા છું' એવું તેને ભાવભાસન થતું નથી. નિશ્ચયનયનાં કથનોનો નિરંતર સંનિષ્ઠ અભ્યાસ કરવાથી દ્રવ્યની ભિન્નતા તથા સ્વતંત્રતાનો બોધ દૃઢ થતાં જીવ ગમે તેવા વિષમ કર્મોદયના પ્રસંગે સમતા રાખી શકે છે, પરંતુ નિશ્ચયનયનાં કથનોના શુષ્ક જાણપણાથી જીવની માત્ર ભાષા જ બદલાય છે, ભાવ નથી બદલાતો. તે આત્મસ્વરૂપની ઊંચી ઊંચી વાતો કરતો ફરે છે, પરંતુ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો આવી પડે ત્યારે મોહાવેશમાં પ્રવર્તતાં તે અચકાતો નથી. જો તે નિશ્ચયનયનાં કથનોને બૌદ્ધિક સ્તરે યોગ્ય રીતે સમજીને સર્વ્યવહાર દ્વારા જીવનમાં ઉતારે તો તે અવશ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે; પરંતુ નિશ્ચયદ્રષ્ટિપૂર્વક સત્સાધનને સેવવાને બદલે નિશ્ચયનયનો એકાંત પક્ષ પકડી, મોક્ષસાધક એવાં સદ્ગુરુ, સત્ત્શાસ્ત્ર, વૈરાગ્ય, વિનય આદિ વ્યવહારધર્મનો નિષેધ કરીને તે સાધનરહિત દશામાં પ્રવર્તે છે. આમ, નિશ્ચયને સાધનાર એવા સર્વ્યવહારનો લોપ કરી તે સંસાર-અટવીમાં ભટક્યા કરે છે.
-
આત્મતત્ત્વનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. પ્રમાણ
વિશેષાર્થ અને નય બન્ને જ્ઞાનસ્વરૂપ છે. પ્રમાણ વસ્તુને સર્વાંગે ગ્રહણ કરે છે, જ્યારે નય વસ્તુના એક અંશને ગ્રહણ કરે છે. આત્મતત્ત્વના પ્રતિપાદનમાં નયનો ઉપયોગ એ જૈન દર્શનની વિશેષતા છે. જિનાગમનો મર્મ સમજવા માટે નયનું સ્વરૂપ સમજવું અત્યંત અનિવાર્ય છે, કારણ કે સમસ્ત જિનાગમ નયની ભાષામાં નિબદ્ધ થયેલા છે. નયવાદને સમજ્યા વિના જિનાગમના મર્મો સમજી શકાતા નથી. નયજ્ઞાનના અભાવમાં જીવને વસ્તુસ્વરૂપનું સત્ય જ્ઞાન થઈ શકતું નથી અને વસ્તુનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે ન જાણવાથી સમ્યક્ પુરુષાર્થ ઊપડતો નથી. અનાદિ કાળની મિથ્યાત્વની ગ્રંથિનું છેદન આત્માનુભૂતિ વિના સંભવિત નથી અને આત્માનુભૂતિ આત્મસ્વરૂપના જ્ઞાન વિના સંભવિત નથી.
આમ, મિથ્યાત્વના છેદન માટે નયજ્ઞાન અત્યંત આવશ્યક છે. જિનાગમોમાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નયોના ભેદ-પ્રભેદોનું વર્ગીકરણ થયું છે. નયોમાં નિશ્ચય અને વ્યવહાર એમ મૂળ બે ભેદ છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ કરવાનું કાર્ય નિશ્ચયનયનું છે અને પરદ્રવ્યને મેળવીને વસ્તુનું નિરૂપણ કરવાનું કાર્ય વ્યવહારનયનું છે. નિશ્ચયનય વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરે છે, જ્યારે વ્યવહારનય પ૨સંયોગને ભેળવીને વસ્તુનું વ્યાવહારિક સ્વરૂપ બતાવે છે.
નિશ્ચયનય અનુસાર આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સર્વાભાસરહિત, નિર્મળ વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org