________________
૫૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. આમ, ઉપવાસાદિથી નિશ્ચય તપ સધાતું હોય તો જ તેને વ્યવહાર તપ કહેવાય છે. પણ નિશ્ચય તપના લક્ષ વિના ઉપવાસાદિ કરવામાં આવે તો તે નામતપની સંજ્ઞા પામે છે.
આમ, વ્યવહાર વ્રત-તપ નિશ્ચય વ્રત-તપનાં સાધન છે, આત્માને શુદ્ધોપયોગની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે સહાયકારી છે અને તેથી અવશ્ય કર્તવ્યરૂપ છે. આત્માર્થી જીવ પોતાના આત્મવિકાસ અર્થે વ્રત-તપનો પરમાર્થહેતુ લક્ષમાં રાખીને વ્યવહાર વ્રત-તપનું સેવન કરે છે, પરંતુ મતાર્થી જીવ વ્રત-તપનું પારમાર્થિક સ્વરૂપ સમજતો નહીં હોવાથી બાહ્ય વ્રત-તપના પાલનમાં સંતોષાઈ જઈ તેમાં જ કૃતકૃત્યતા માને છે. વ્રત-તપની સાર્થક્તા ત્યારે જ થઈ ગણાય કે જ્યારે આંતરિક વૃત્તિઓમાં પરિવર્તન આવે. વૃત્તિ મલિન હોય ત્યાં સુધી અંતર્મુખતા સાધી શકાતી નથી અને અંતરમાં ડૂબકી માર્યા વિના શુદ્ધ ચૈતન્યનો સ્પર્શ થતો નથી. તેથી મનની ક્ષુબ્ધ, મલિન, ચંચળ વૃત્તિઓને નાશ કરવી અત્યંત આવશ્યક બને છે. મતાર્થી જીવમાં આત્માર્થિતાનો અભાવ હોવાથી તે વ્રત-તપ કરીને આત્મવિકાસ સધાઈ રહ્યો છે કે નહીં તેનું આંતર નિરીક્ષણ કરતો નથી.
વ્રત-તપનું લક્ષ્ય તો મલિન વૃત્તિઓનો નાશ અને નિર્મળ વૃત્તિઓની વૃદ્ધિ છે. આ કાર્ય માત્ર બાહ્ય વ્રત કે બાહ્ય તપ કરવાથી થઈ જતું નથી. તે માટે તો સાધકે જાગૃત રહેવું જોઈએ. તેણે વ્રત-તપ કરીને પોતાની વૃત્તિ કઈ બાજુ રહે છે, વિકારી વૃત્તિમાં ફેરફાર થાય છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. વ્રત-તપની આરાધના કર્યા પહેલાંની સ્થિતિ અને તે કર્યા પછીની સ્થિતિમાં ફરક પડ્યો હોય, સુધારો થયો હોય, અશુભ નિમિત્તો આવે છતાં વૃત્તિ વિભાવરૂપે પરિણત ન થતી હોય અથવા ઓછી થતી હોય તો સમજવું કે વ્રત-તપ સાર્થક નીવડ્યાં છે અને જો સ્થિતિ પહેલાં હતી તેવી જ રહે તો તે સંબંધી ગંભીરતાથી વિચારણા કરી યથાયોગ્ય પગલાં લેવાં ઘટે છે. આંતર નિરીક્ષણથી પોતાના દોષો પ્રત્યે સભાનતા આવે છે. વૃત્તિની નોંધ રાખવાથી સાધક આંતર શુદ્ધિમાં આડે આવતા અવરોધોને જાણી શકે છે, તે દૂર કરવામાં શું નબળાઈ છે તે પકડી શકે છે અને તે ટાળવાનો સંનિષ્ઠ પુરુષાર્થ કરી શકે છે.
આમ, વૃત્તિના સ્વરૂપનું નિરીક્ષણ કરવું તે દોષોને ઓળખી તેને દૂર કરવાની અને આત્માને સદ્ગુણોથી સમૃદ્ધ કરવાની એક અત્યંત મહત્ત્વની અને આવશ્યક પ્રક્રિયા છે. વૃત્તિઓના નિરીક્ષણપૂર્વકનાં વ્રત-તપ દ્વારા ચેતનાપ્રવાહ રૂપાંતરણ પામી અંતર્મુખ થાય છે અને શુદ્ધોપયોગ પ્રગટ થવાનું સત્ત્વ ક્રમે કરીને પ્રાપ્ત થાય છે. આત્મકલ્યાણનો ઈચ્છક એવો આત્માથી જીવ વ્રત-તપનો પારમાર્થિક હેતુ સમજતો હોવાથી તે દ્વારા યથાર્થ પુરુષાર્થ કરી આત્મલાભ પામે છે, પરંતુ મતાથ જીવ વ્રત-તપનો પરમાર્થહેતુ નહીં સમજતો હોવાથી તેને વિભાવના પોષણનું કારણ બનાવે છે. જેના અવલંબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org