________________
ગાથા-૨૮
૫૨૯ છે. લોકમાં આધારબુદ્ધિ રાખી હોવાથી તેનાં જ્ઞાન-વીર્ય તેમાં જ રોકાયેલાં રહે છે. લોકો પોતાથી પ્રભાવિત થઈ જાય અને પોતાને અનુકૂળ આચરણ કરવા લાગે એ માટે પોતાનું આખું જીવન મથતો રહે છે. લોકો પોતાને મહાત્મા, મહામુનિ, મહર્ષિ માની પૂજા-સત્કાર કરે અને બીજા મહાન મુનિઓ કરતાં પોતાને મોટો ગણે એવી હીન બુદ્ધિથી મતાથ જીવ પોતાના નામની આગળ-પાછળ જાતજાતના ખિતાબો લગાવે છે. તે માનપ્રદ વિશેષણોના મોહમાં પડી જાય છે. તેને એવા ઇલકાબ આપનારા પણ મળી રહે છે. વળી, તે લોકોને ખુશ કરવા મોટા આડંબરપૂર્વક તેમને ગમતી ક્રિયાઓ કરે છે. લોકપૂજાના મલિન અધ્યવસાયથી કરાતાં આવાં વ્રત-તપને જ્ઞાનીઓએ લોકપંક્તિ - લોકરંજન કહ્યાં છે. ૧ મતાથ જીવ લોકેષણાનો ભૂખ્યો હોવાથી લોકપંક્તિમાં, અર્થાત્ લોકોની પંગતમાં બેસનારો હોય છે
આ રીતે લોકો પાસેથી માન મેળવવામાં જ મતાર્થી પોતાનું બધું બળ લગાડે છે. પરંતુ લોકમાં પોતાનાં યશકીર્તિ ફેલાય તે અર્થે કરાતાં વ્રત-તપ, અત્યંત દુઃખના કારણભૂત દુષ્ટ અધ્યવસાયયુક્ત હોવાથી મતાર્થી જીવ મહા અનર્થને પ્રાપ્ત કરે છે. આત્માર્થે કરવા યોગ્ય વ્રત-તપાદિનો, લોકોને સારું દેખાડવા અને લોકોમાં ધર્મી તરીકે પ્રતિષ્ઠા-સત્કાર પામવા ઉપયોગ કરી તે અનંત દુઃખમય એવી નરક-તિર્યંચ ગતિના ખાડામાં પડે છે. તેથી લોકોને ખુશ કરવાની ઇચ્છાનો ત્યાગ કરી, આત્મલક્ષયુક્ત થઈ, યથાશક્તિ પૂજ્ય આપ્ત પુરુષના દર્શાવ્યા પ્રમાણે વ્રત-તપ કરવાં જોઈએ. માત્ર ધાર્મિક દેખાવા પૂરતો વ્રત-તપનો ઉપયોગ થાય ત્યારે તે એક પ્રકારનો દંભ બની જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જો દંભનો ત્યાગ ન કર્યો હોય તો વ્રત અથવા તપસ્યાનું પણ કોઈ ફળ નથી. જો દૃષ્ટિની અંધતાનો નાશ થયો ન હોય તો દર્પણ અથવા દીવાનું પણ શું ફળ? ધાર્મિક દેખાવું તે બીજાની નજરમાં સારા ગણાવા માટે છે, જ્યારે ધાર્મિક બનવું તે ખરેખર સારા બનવા માટે છે, પોતાના આધ્યાત્મિક વિકાસ માટે છે. ધાર્મિક થવું તે સાધના છે અને ધાર્મિક દેખાવું તે દંભ છે. શ્રીમદ્ કહે છે –
‘દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઇચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કોઈ પણ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૮૮
“ટોરધનદેતો, મન્નેિનાન્તરાત્મના |
ક્રિય સચિા સત્ર, સોપવિતરુદ્રાદિતા !' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૧, શ્લોક ૫૭
'किं व्रतेन तपोभिर्वा दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org