Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૯૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રત્યક્ષ યોગ મળે, તોપણ આત્મકલ્યાણની યથાર્થ રુચિના અભાવે તે તેમનાથી પરાભુખ જ વર્તે છે. પોતાના સ્વચ્છેદ આદિ દોષોના કારણે તે સદ્ગુરુના ચરણને વિષે મનનું સ્થાપન કરી શકતો નથી. તેથી તે સદ્દગુરુની આત્મહિતકારી અને દુરાગ્રહાદિ છેદનારી વાણીનો સ્વીકાર કરતો નથી અને ઊલટું કુતર્ક, શંકા આદિ કરીને તેમનાથી વિમુખ વર્તે છે; પરિણામે સદ્ગુરુથી પરમાર્થલાભ તો મેળવતો નથી અને ઉપરથી ગેરલાભ કરે છે. જેમ વરસતા વરસાદમાં ઘડાને ઊંધો મૂક્યો હોય તો પાણીનું ગ્રહણ થતું નથી, તેમ મહત્પષ્યના યોગે સજીવનમૂર્તિનો પ્રત્યક્ષ યોગ થવા છતાં મતાર્થી જીવ વિમુખ વર્તતો હોવાથી ઉપદેશનું ગ્રહણ પણ થતું નથી, તો પછી પરિણમનનો તો અવકાશ જ ક્યાંથી હોય?
પોતાના મતનો મિથ્યા આગ્રહ હોવાથી મતાર્થી જીવ સદ્ગુરુની ઉપેક્ષા કરે છે. જ્યાં પોતાનાં ગમતાં લક્ષણોની વિશેષતા જણાય, જ્યાં પોતાનો મત પોષાય અને તેને માન મળે એવા અસદ્ગુરુને તે દઢ કરે છે. અસદ્દગુરુનો યોગ મળવો એ જુદી વાત છે અને અસદ્ગુરુને દઢ કરવા એ જુદી વાત છે. અસદ્દગુરુનો યોગ પ્રારબ્ધના કારણે થાય છે અને તેમાં દઢત્વ પોતાના વર્તમાન પ્રયત્નથી થાય છે. મતાર્થી પોતાના માનનાં રક્ષણ અને પોષણ અર્થે સદ્ગુરુની આત્મહિતકારી વાણી પ્રત્યે દુર્લક્ષ સેવે છે, તેમનાથી વિમુખ વર્તે છે અને જ્યાં જવાથી લોકોમાં માન પોષાતું હોય ત્યાં જાય છે અથવા અસદ્ગુરુ જેઓ તેને વિશેષ માન આપતા હોય, તેમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ વધારે છે. આમ, તે સદ્દગુરુથી વિમુખ અને અસદ્દગુરુની સન્મુખ વર્તી, પોતાનો મતાર્થ દઢ કરી પોતાનું જ ઘોર અહિત કરે છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે આત્માનુભવ કરીને જેઓ રત્નત્રયરૂપ પરિણમ્યા વિશેષાર્થ
છે એવા સદ્ગુરુદેવ ભવથી તરવા માટે ઉત્તમ અને પવિત્ર તીર્થ છે. સાક્ષાત્ સપુરુષનો યોગ મુમુક્ષુ જીવને અત્યંત આત્મહિતકારી નીવડે છે, કારણ કે સપુરુષના કાયા અને વચનના યોગમાં પ્રગટ શુદ્ધાત્મા વ્યાપેલો હોય છે અને તેમાંથી શુદ્ધતાનાં સ્પંદનો એવી તીવ્રતાથી સ્કુરાયમાન થતાં હોય છે કે તે મુમુક્ષુને હૃદયસોંસરાં ઊતરી જાય છે. પ્રત્યક્ષ સત્પરુષના સત્સંગનું આવું અલૌકિક માહાભ્ય હોવાથી અને આત્મકલ્યાણનું તે સર્વશ્રેષ્ઠ સાધન હોવાથી સર્વ દેશ-કાળના અને મત-પંથના સંતોએ એકસૂરે તેનો મહિમા ગાયો છે.
અનંત કાળના પરિભ્રમણમાં આત્મહિતકારી અને દુર્લભ એવો સદગુરુનો યોગ ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘યોગસાર', ગાથા ૮૩
'रयणत्तय-सजुत्त जिउ उत्तिमु तित्थु पवित्तु । मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org