________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ગતાગતિના બોલ વગેરે પલાખાં-થોકડા શીખ્યો હોય તેને શ્રુતજ્ઞાન સમજે, એને જ જ્ઞાની માની કહે કે આ જ ધર્મ છે અને એવું જેને ન આવડે તેને કહે કે તું કાંઈ જાણતો નથી. એ પ્રશ્ન કરે કે ત્રીજા દેવલોકના દેવની સ્થિતિ શું હોય છે? પેલો કહે કે મને ખબર નથી, તો કહી દે કે આનામાં જ્ઞાન નથી. એમ શબ્દજ્ઞાનના વિકલ્પની ગોખણીની સાથે બેહદ જ્ઞાનસામર્થ્યવાળાને સરખાવે છે.’૧
૫૧૦
મતાર્થી જીવ દેવાદિ ગતિના ભાંગા ન જાણનારને અજ્ઞાની કહીને ઉતારી પાડે છે, પરંતુ તે એમ જાણતો નથી કે જેમ કોઈ સંગીતશાસ્ત્ર ભણ્યો હોય અથવા ન ભણ્યો હોય, પણ જો તે સ્વરાદિનાં સ્વરૂપને ઓળખે છે તો તે પ્રવીણ સંગીતજ્ઞ જ છે; તેમ કોઈ દેવાદિ ગતિના ભાંગા ભણ્યો હોય અથવા ન ભણ્યો હોય, પણ જો તે આત્મસ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. આથી વિપરીત, ૧૧ અંગનો પાઠી દેવાદિ ગતિના ભેદો જાણે, પરંતુ તેનો પરમાર્થ ન જાણે તો તે મિથ્યાદષ્ટિ જ રહે છે. મતાર્થી જીવ ૫૦૦-૭૦૦ ગાથાઓ કે શ્લોકો કંઠસ્થ કરી લે છે, નાની નાની વાતોનું વિશ્લેષણ કરે છે તથા કયા જીવોમાં કેટલાં દંડક, કેટલી અવગાહના, કેટલાં શરીર વગેરે વિગતોનું પુનરાવર્તન કર્યા કરવામાં પોતાની જાતને શ્રેષ્ઠ શ્રુતજ્ઞાની માને છે; પણ શાસ્ત્રમાં તે વર્ણન શા માટે કરવામાં આવ્યું છે, તેનો પરમાર્થ આશય શું છે તે સંબંધી તે જાણતો નથી અને તેથી તે શાસ્ત્રાભ્યાસનાં મીઠાં ફળ ચાખી શકતો નથી.
પરમાર્થપ્રાપ્તિના હેતુએ શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો સંસારની સર્વ ગતિઓમાં કેટલાં અને કેવાં પ્રકારનાં દુ:ખો છે તે સમજાય છે અને સુખ મેળવવા માટે ચતુર્ગતિના ક્લેશોથી છુટાય તેવું કાર્ય કરવા યોગ્ય છે એમ સમજાય છે, પરંતુ તે દુઃખોનું વર્ણન વાંચવા છતાં તેનો ક્ષય કરવા પ્રત્યે મતાર્થી જીવનું વલણ થતું નથી. માત્ર ભાંગાઓ તથા વર્ણનોને જાણવામાં, યાદ રાખવામાં, ચર્ચા કરવામાં તે ઉત્સાહી રહે છે. આ ભંગજાળને જ શ્રુતજ્ઞાન માની તે આત્મસિદ્ધિરૂપ પ્રયોજન પ્રત્યે દુર્લક્ષ સેવે છે. તે શાસ્ત્રમાં મળેલ બોધને પરિણમાવવાનો પુરુષાર્થ નથી કરતો અને મિથ્યા સંતોષમાં રાચે છે. આમ, આત્મલક્ષપૂર્વક શાસ્ત્રાભ્યાસની પ્રવૃત્તિ થતી ન હોવાથી મતાર્થી જીવ દેવાદિ ગતિના ભાંગામાં અટકી જાય છે, પણ દુ:ખક્ષય માટે તે કોઈ પ્રયત્ન કરતો નથી. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે અતિશય ભય આપનાર ચાર ગતિનાં દુ:ખોની રાશિઓને કેવળી ભગવંતે કહેલા સિદ્ધાંતથી હૃદયમાં વિચારીને, હે વિદ્વાન એવું કર કે જેથી તને તે પીડાઓ ફરી થાય નહીં. હે આત્મા! તું તો જબરો સાહસિક છે, કારણ કે ભવિષ્ય કાળમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિઓનાં દુઃખોને તું જ્ઞાનચક્ષુથી ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૫૨ પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૪૦-૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org