Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શાસ્ત્રોને વિષય તેમજ પ્રયોજનની અપેક્ષાએ ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે - ધર્મકથાનુયોગ (પ્રથમાનુયોગ), ગણિતાનુયોગ (કરણાનુયોગ), ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. જેમાં મહાપુરુષોનાં ચરિત્રનું નિરૂપણ કરવામાં આવે છે તેને ધર્મકથાનુયોગ કહેવાય છે. ધર્મકથાનુયોગમાં સંસારની વિચિત્રતા, પુણ્ય-પાપનાં ફળ, મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિનાં નિરૂપણથી જીવોને ધર્મપંથે વળવાની પ્રેરણા આપવામાં આવે છે. જેમાં ગુણસ્થાન, કર્મોની વિશેષતા, ત્રિલોકાદિની રચના આદિનું નિરૂપણ હોય તેને ગણિતાનુયોગ કહેવાય છે. જે ધર્મમાં ઉપયોગ લગાવવા ઇચ્છે છે તે ગણિતાનુયોગ દ્વારા જીવોનાં ગુણસ્થાનાદિ ભેદ તથા કર્મોમાં કારણ-અવસ્થા-ફળ કોને કોને, કઈ કઈ રીતે હોય છે ઇત્યાદિ ભેદ તથા ત્રણ લોકમાં નરક-સ્વર્ગાદિ સ્થાનક ઓળખી, પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. જેમાં ગૃહસ્થ તથા મુનિનાં ધર્મ-આચરણ, શીલ અંગેનું નિરૂપણ હોય તે ચરણાનુયોગ કહેવાય છે. ગૃહસ્થ ધર્મ તથા મુનિધર્મનાં વિધાનથી જીવ ભૂમિકાનુસાર ધર્મસાધનમાં પ્રવૃત્ત થાય છે. છ દ્રવ્ય, નવ તત્ત્વાદિ અને સ્વ-પરનાં ભેદવિજ્ઞાનાદિનું જેમાં નિરૂપણ હોય તેને દ્રવ્યાનુયોગ કહેવાય છે. દ્રવ્યાનુયોગમાં દૃષ્ટાંતયુક્તિ દ્વારા અને પ્રમાણ-નયાદિ વડે દ્રવ્યોનું - તત્ત્વોનું સ્વરૂપ બતાવવામાં આવે છે કે જેથી જીવનું અનાદિનું અજ્ઞાન દૂર થાય.
આ રીતે શાસ્ત્રોમાં વિવિધ પ્રકારે મોક્ષપ્રાપ્તિ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવ્યાં છે. શાસ્ત્રની વિચારણા કરવાથી જીવનમાં વૈરાગ્ય અને શ્રદ્ધા દઢ થાય છે, તેને સ્વકલ્યાણની દિશા મળે છે, મોક્ષમાર્ગની સ્પષ્ટ સમજણ મળે છે, એ માર્ગે સહાયભૂત તત્ત્વોની જાણકારી મળે છે, તે તત્ત્વોને જીવનમાં અપનાવવા માટે ઉત્સાહ પ્રાપ્ત થાય છે, વિગ્નભૂત તત્ત્વોને પોતાના માર્ગમાંથી દૂર રાખવાના ઉપાયરૂપી ચાવીઓ મળે છે. જે જીવની ચિત્તશુદ્ધિ ક્ષાયિકભાવની ન થઈ હોય ત્યાં સુધી તેનું ચિત્ત નિમિત્ત મળતાં પૂર્વસંસ્કારવશ ઔદયિક ભાવમાં તણાઈ જાય એવી સંભાવના રહે છે, તેને ત્યાંથી પાછું વાળવા શાસ્ત્રનું અવલંબન ખૂબ સહાયકારી નીવડે છે.
અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે માત્ર શાસ્ત્રની જાણકારી મેળવવાથી જ જીવની વિકારસ્ત દશા સુધરી શકતી નથી, ભવરોગ નાબુદ કરવા માટે તો શાસ્ત્રમાં દર્શાવેલ સાધનાનું આરાધન કરવું ઘટે છે. જીવ સમજપૂર્વક શાસ્ત્રના બોધને પ્રયોગમાં મૂકે ત્યારે જ સંસારપરિભ્રમણમાંથી તેને મુક્તિ સાંપડે છે. પ્રાપ્ત થયેલ બોધ દ્વારા ત્રિકાળ શુદ્ધ આનંદકંદ જ્ઞાયકસ્વભાવી આત્માનો દઢ નિર્ણય કરી, તેની પ્રાપ્તિ માટે ઇન્દ્રિય અને મન દ્વારા બાહ્ય વિષયોમાં પ્રવર્તતા જ્ઞાનોપયોગને અંતરમાં વાળીને તેને આત્મસન્મુખ કરતાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે.
આમ, શાસ્ત્રના અભ્યાસ દ્વારા મનની અશુદ્ધિ, ચિત્તની ચંચળતા, ક્લેશિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org