Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧ ૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પર્વતો, નદીઓ, શહેરો વગેરે ગણાવી શકે છે; તેમ આ ગ્રંથોનો અભ્યાસી અદષ્ટ સૃષ્ટિનાં પર્વતો, નદીઓ, શહેરો વગેરે ગણાવવાની આવડત મેળવે છે. એ બન્નેમાં કોઈ ફરક નથી. પોતાની જીવનદૃષ્ટિમાં શુભ પરિવર્તન લાવવું એ જ આ ગ્રંથોનું પ્રયોજન હોય છે, પરંતુ જે જીવ તેના માપ આદિ યાદ રાખવામાં જ રોકાઈ જાય છે તે મતાર્થી છે. શ્રીમદ્ પ્રકાશે છે –
“મેરુ આદિનું વર્ણન જાણી તેની કલ્પના, ફિકર કરે, જાણે મેરુનો કંટ્રાકટ ના લેવો હોય ? જાણવાનું તો મમતા મૂકવા માટે છે.
જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય! તે તો અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાનો ઉપાય કરે તે જાણપણું.” ૩) કર્મગ્રંથમાં જીવ અને કર્મનો સંબંધ, કર્મની મૂળ પ્રકૃતિઓ, ઉત્તર પ્રવૃતિઓ તથા તેનાં બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરેનું વિસ્તૃત વર્ણન છે. આ કર્મવિષયક સાહિત્યના જ્ઞાનથી પોતાને પ્રાપ્ત પરિસ્થિતિમાં ગર્વ કે દીનતા ન થતાં તેને પ્રસન્નતાથી વધાવી લેવાનું બૈર્ય મળે તથા બીજાના દોષો પ્રત્યે સહાનુભૂતિભરી દષ્ટિ જાગે તો જ ગ્રંથઅભ્યાસનું સફળપણું છે. જીવને પોતાનાં કાર્યો અનુસાર ફળ મળે જ છે, એટલું જ નહીં પણ પોતાના સારા કે ખરાબ વિચારોનું પરિણામ પણ પોતે ભોગવવું પડે છે એ વિશ્વાસ દૃઢ થતાં તે પોતાની પાપવૃત્તિઓને છૂટો દોર આપતો નથી તથા અન્યને પોતાનાં સુકૃત્યોની જાણ કરવાની ઉત્સુકતા પણ તેને રહેતી નથી. પોતાને પ્રાપ્ત સામગ્રી, ઐશ્વર્ય, શક્તિ, રૂપ, પ્રજ્ઞા, સુખ, દુઃખ સર્વ પોતાનાં કર્મ અનુસાર મળ્યાં છે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૪,૭૩૫ (ઉપદેશછાયા-૧૪)
આ સંદર્ભમાં શ્રીમદ્દનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે :
એક જિજ્ઞાસુએ શ્રીમન્ને પ્રશ્ન કર્યો : “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શોધકો ગોળ કહે છે. તેમાં ખરું શું?'
શ્રીમદે પૂછ્યું : “તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો?' જિજ્ઞાસુએ કહ્યું : “હું તો જાણવા માગું છું.' શ્રીમદે પૂછ્યું : “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માનો છો કે હાલના શોધકોમાં?' જિજ્ઞાસુએ જણાવ્યું: “તીર્થકર ભગવાનમાં.'
શ્રીમદે કહ્યું : “ત્યારે તમે તીર્થકર ભગવાન પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી નાખો. આત્માનું કલ્યાણ કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ જેવી હશે તેવી કાંઈ હરકત કરશે નહીં.” – બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા',
આઠમી આવૃત્તિ, પૃ.૧૦૮-૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org