Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૨૭
૫૧ ૫
કદાગ્રહ મટાડવો.’
આ વિવેકના પ્રકાશમાં મધ્યસ્થ અને તત્ત્વગ્રાહી જીવને સ્પષ્ટ જણાઈ આવશે કે ‘અમુક જ અનુષ્ઠાન અને તે પણ અમુક જ રીતે અથવા અમુક જ દિવસે થાય તો જ મુક્તિ મળે, અન્યથા નહીં' એવો આગ્રહ મુક્તિમાર્ગમાં અસ્થાને છે. ભાવુકતા, કુળપરંપરા, સાંપ્રદાયિકતા કે બાહ્ય પરિબળોના કારણે ઊપજેલી શ્રદ્ધાને જ્ઞાની પુરુષો મોક્ષમાર્ગનો પાયો ગણતા નથી. એ માન્યતામાં વ્યક્તિના ધર્મપ્રેમ કરતાં તેનો દૃષ્ટિરાગ વધુ ખુલ્લો થાય છે. દષ્ટિરાગથી મોક્ષમાર્ગ પખાતો નથી, તે માટે તો પુખ્ત વિચારણા પ્રગટાવવી ઘટે. સાંવત્સરિક પ્રતિક્રમણની આરાધનામાં મહત્ત્વની વસ્તુ છે દોષો માટે પશ્ચાત્તાપ, ક્ષમા ઇત્યાદિ. દિવસ અથવા તો તિથિના આગ્રહને વળગી રહેવામાં ખરેખર ભગવાનની આજ્ઞાની પ્રધાનતા નહીં પણ અહ-મમને વળગી રહેવાની આસક્તિ છે. તિથિના આગ્રહ કરવા કરતાં ઉપશમભાવની પ્રાપ્તિ, પુષ્ટિ અને વૃદ્ધિના આગ્રહમાં જ ભગવાનની આજ્ઞાની આરાધના છે. તેથી બાહ્ય અનુષ્ઠાનો જુદાં હોય, જુદા દિવસે કે જુદી રીતે થતાં હોય તે મહત્ત્વનું નથી, પણ અંતરશુદ્ધિ મહત્ત્વની છે. આ તથ્ય મતાથના લક્ષમાં આવતું નથી. આવા મતાર્થી જીવ વિષે ‘સમયસારનાટક'માં પંડિત શ્રી બનારસીદાસજી લખે છે –
_ 'धरम न जानत बखानत भरम रूप,
ठौर ठौर ठानत लराई पक्षपात की । भूल्यौ अभिमान में न पाउं धरे धरनी में, हिरदे में करनी विचारे उतपात की ।। फिरे डाँवाडौल सौ करमके कलोलिनिमें, है रही अवस्था सु बघूले कैसे पातकी । जाकी छाती ताती कारी कुटिल कुवाती भारी,
ऐसौ ब्रह्मघाती है मिथ्याती महापातकी ।।२ ધર્મના સ્વરૂપને જાણે નહીં અને (પોતાના) ભમને જ ધર્મ માની તેની પ્રશંસા કરે, જ્યાં ત્યાં પોતાના મતનો પક્ષપાત કરી બડાઈ કરે, અભિમાનથી ઉન્મત્ત બની ધરતી ઉપર પગ ન મૂકે, ઉત્પાત મચાવવાના ઉધામા કરે એવા મિથ્યાત્વી જીવની દશા કર્મરૂપ નદીમાં ભયંકર રીતે ડોલતી નાવ જેવી હોય છે. એવો પાપી જીવ સુબોધને કઈ રીતે પામી શકે? જેના અંતરમાં કલુષિતતા તથા કુતર્કોની કુટિલતા ભરી છે એવો નિજસ્વરૂપની ઘાત કરનારો મિથ્યાત્વી મહાપાપી છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૨ (ઉપદેશછાયા-૬) ૨- પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', ઉત્થાનિકા, સેવૈયા ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org