Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અંતરંગમાં માંસને ખરાબ જાણે છે, પણ રાજાદિને સારું લગાડવા અર્થે માંસભક્ષણ કરે તો તેને વતી કઈ રીતે કહેવાય? તેમ કોઈ પોતાના અંતરંગમાં તો અસગુરુને હેય જાણે, પણ તેમને અથવા લોકોને સારું લગાડવા અર્થે તેમનું સેવન કરે તો તેને સાચો શ્રદ્ધાવાન કેવી રીતે મનાય? તેથી આત્માર્થી કોઈ પણ પ્રકારે અસદ્ગુરુનો વિનય કરે નહીં. રાજાદિનો બાહ્ય વ્યવહાર વડે શિષ્ટાચાર કરવામાં આવે છે તેવો શિષ્ટાચાર પણ અસદ્ગુરુનો કરવા યોગ્ય નથી, કારણ કે રાજાદિ કાંઈ ધર્મપદ્ધતિમાં નથી અને ગુરુસેવન તો ધર્મપદ્ધતિમાં છે. રાજાદિનું સેવન તો ભય-લોભાદિથી થાય છે, એટલે ત્યાં તો ચારિત્રમોહ જ સંભવે છે; પણ સદ્ગુરુને ઠેકાણે અસગુરુને સેવવાથી તો દર્શનમોહનીય જ સંભવે છે, કારણ કે સદ્ગુરુના વિનય-નમસ્કાર આદિ તે તત્ત્વશ્રદ્ધાનરૂપ કાર્યનું કારણ છે. લજ્જાદિથી પણ જ્યાં અસદ્ગુરુનો વિનય થાય છે, ત્યાં કારણમાં વિપરીતતા ઊપજવાથી તત્ત્વશ્રદ્ધાનરૂ ર્વિમાં દઢતા થતી નથી. આ સંદર્ભમાં પંડિત શ્રી ટોડરમલજી કહે છે –
‘જેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા કરે નહિ. કારણ કે - તે જીવાદિ તત્ત્વોનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિકનો નિષેધ કરનારી શ્રદ્ધા કરે છે, વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે, તેથી જેનામાં વીતરાગતા હોય, એવા ગુરુને જ ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે, પણ જેનામાં રાગાદિક હોય, તેને નિષેધ જાણી નમસ્કાર કદી પણ કરે નહિ.”
આમ, જ્યાં અસગુરુને નમસ્કારાદિ કરવાનો પણ નિષેધ છે, ત્યાં મતાર્થી જીવ તો પોતાને ઉત્તમ મુમુક્ષુ કહેવડાવવાની માનની કામનાના કારણે અસદ્ગુરુને દઢ કરે છે. અસદ્ગુરુ તેનાં માન, મોભા અને મોટાઈને પોષતા હોવાથી પોતાનાં માન-બહુમાનના લોભે અસદ્દગુરુ કહે તે બધું જ માને. વળી, તેવા અસગુરુને પણ ગુરુ કહેવડાવવાની લોકેષણા વર્તતી હોય છે. આમ, “અહો રૂપ! અહો ધ્વનિ!'ના ન્યાયે પરસ્પર એકબીજાનાં માનની પુષ્ટિ કરતા હોવાથી લોભી ગુરુ અને લાલચુ શિષ્યનું ગાડું અધોગતિ તરફ સરકતું જાય છે.
મતાર્થી જીવને તેનો સ્વાર્થ જ પ્રિય હોય છે. તેને કોઈ ગુણવાન પ્રિય લાગતો નથી. તે એવા જ પુરુષોની મૈત્રી કરે છે કે જેમનાથી તેનો સ્વાર્થ સધાય, માનાદિ પ્રાપ્ત થાય. અસગુરુ તેને દેઢ મુમુક્ષુ તરીકે માન આપતા હોવાથી તેમનો શિષ્યસમાજ પણ તેને વિશેષ ગુણવાન ગણી માન આપે છે અને તેના વખાણ કરે છે. તેઓ તેની ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૬,
પૃ. ૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org