________________
४८८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સમજી શકતો નથી, પરંતુ સંસારમાં રહેલી રુચિના કારણે બાહ્ય વૈભવનો તેને મહિમા વર્તે છે અને તેમાં તેને રસ પણ પડે છે. સમવસરણાદિ બાહ્ય વૈભવનું નિરૂપણ તેને બરાબર સમજાય છે. જ્ઞાની પુરુષોનું પ્રયોજન તો રાગી જીવોને ભગવાન તરફ આકર્ષિત કરવાનું હોય છે. આવા આકર્ષણથી ખેંચાઈને તે જીવો ભગવાન તરફ વળતાં, તેમને પ્રભુનાં પવિત્ર વચનોનો યોગ થાય અને સત્ય સ્વરૂપ સમજાતાં પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે એવા ઉત્તમ આશયથી જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં સમવસરણાદિનું વર્ણન કર્યું છે. તીર્થંકરનાં દેહ, સમવસરણ આદિની સ્તુતિ કરવાથી ઉલ્લાસભાવ આવતાં તેમના ગુણો પ્રત્યે પણ ઉલ્લાસ આવે છે અને ભક્તિથી ભાવ સ્થિર થતાં પોતાના આત્માનો અનુભવ થાય છે. વાચકશ્રી માનવિજયજી મહારાજ શ્રી ચંદ્રપ્રભ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે –
રૂપ નિહાળી પરિચય કીનો, રૂપમાંહી નહિ આવ્યો; પ્રાતિહારજ અતિશય અહિનાણે, શાસ્ત્રમાં બુદ્ધ ન લખાયો. જે જે પૂજા તે તે અંગે, તું તો અંગથી દૂરે;
તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાન ને પૂરે. હે પ્રભુ! પ્રશમ રસમાં નિમગ્ન તારી મુખાકૃતિ જોઈ હું તારી તરફ આકર્ષાયો. પણ તારી નિકટ આવીને તારો પરિચય વધાર્યો ત્યારે ખબર પડી કે તું તો રૂપથી પર છો, રૂપ દ્વારા તારી સાચી ઓળખાણ કરવી કે પૂજા કરવી શક્ય નથી; નવાંગે પૂજન એ તો માત્ર ઔપચારિકતા છે, ધ્યાનમાં લીન બનતાં આવી ઔપચારિકતા નિભાવવી શક્ય નથી.
આમ, જિનેશ્વર ભગવાનનું ભક્તિ કરવા યોગ્ય સહાત્મસ્વરૂપ સમજ્યા વિના તેની અપૂર્વતા લક્ષમાં આવે નહીં અને ભગવાનના ગુણોની અપૂર્વતા લક્ષમાં આવ્યા વિના સાચી ભક્તિ પ્રગટે નહીં; અને સાચી ભક્તિ પ્રગટ્યા વિના કલ્યાણ થાય નહીં. પ્રારંભ ભલે બાહ્ય દેહાકૃતિનાં તથા સમવસરણાદિ અતિશયોનાં વર્ણન અને ગુણગ્રામથી થાય, પરંતુ જિનેશ્વર ભગવાનના અંતરંગ સ્વરૂપના લક્ષ વિના સાચી ભક્તિ સંભવિત નથી. જેમ નગર, મહેલ, અલંકાર અને બાગબગીચા વગેરેનું વર્ણન કરવાથી ઉપચાર વડે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે અને શૂરવીરપણું, ગંભીરપણું વગેરે ગુણોનું વર્ણન કરવાથી રાજાની વાસ્તવિક સ્તુતિ થઈ કહેવાય છે, તે જ રીતે તીર્થંકર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ બાહ્ય વિભૂતિનું સ્તવન કરવાથી ઉપચાર વડે જિનેશ્વરની સ્તુતિ થઈ કહેવાય છે અને શુદ્ધ સહજાત્મસ્વરૂપનું વર્ણન કરવાથી પરમાર્થપણે જિનેશ્વરની ૧- વાચકશ્રી માનવિજયજીરચિત, શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું સ્તવન, કડી ૨,૭ (સ્તવન મંજુષા,
પૃ.૨૭૯-૨૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org