________________
ગાથા-૨૫
४८७
અરિહંતદેવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદપૂર્વક જાણી, તેની શુદ્ધતા વિચારી, પછી જીવ પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદપૂર્વક જાણી-વિચારી જ્યારે ભેદનો વિકલ્પ પણ છોડી દે અને સ્વસ્વરૂપમાં સ્થિર થાય, નિર્વિકલ્પ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે. તેથી અરિહંતાદિના આત્માશ્રિત ગુણોને જે જાણે છે તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન જાણે છે. પરમ ઔદારિક શરીર, સમવસરણ, દિવ્ય ધ્વનિ તે કાંઈ ખરેખર અરિહંત ભગવાનનું સ્વરૂપ નથી, એ બધું તો તેમના આત્માથી જુદું છે. ચૈતન્યસ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાન-દર્શન આદિ તેના ગુણો અને કેવળજ્ઞાન, અતીન્દ્રિય આનંદ વગેરે તેની પર્યાય - આવાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે તો અરિહંતને ઓળખ્યા કહેવાય.
આમ, અનંત જ્ઞાનાદિના ધારક જિનેશ્વર ભગવાનની પ્રગટ આત્મદશા નીરખી નીરખીને વિચારતાં, તેમના વ્યક્ત ગુણોનું ભાવપૂર્વક સ્મરણ કરતાં બીજા વિચારો અટકી જાય છે અને જેની પ્રાપ્તિ કરવી છે તેના વિચારનું પ્રાધાન્ય થઈ જાય છે. તેમના ગુણોની વારંવાર રટણા થતી હોવાથી તે ગુણોને ગ્રહણ કરવાનો બોધ જીવને દેઢ થાય છે. મારું સ્વરૂપ પણ જિનેશ્વર જેવું છે, તેમનું સ્વરૂપ વ્યક્ત થયેલું છે, મારું શક્તિરૂપે છે' એમ ચિંતન કરતાં સ્વરૂપનું અનુસંધાન થતું જાય છે. આત્માના ગુણોનું ઘોલન થતાં આત્મશુદ્ધિ વધતી જાય છે. આ રીતે જિનેશ્વર ભગવાનની દશાનું અવલોકન થતાં તે દશાનું, અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપનું અચિંત્ય માહાસ્ય પ્રગટે છે, જેથી સ્વરૂપસન્મુખતા અને પ્રાંતે સ્વરૂપમન્નતા સંપ્રાપ્ત થાય છે. તેથી જિનેશ્વર ભગવાનના અંતરંગ સ્વરૂપની ઓળખાણ કરવી ઘટે છે. ગુજરાતના જંગલમાં એક બોધપ્રસંગે શ્રીમદે પ્રકાશ્ય છે –
સમોવસરણાદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્ય હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ...... ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં.”
અહીં કોઈને પ્રશ્ન થાય કે જો જિનેશ્વર ભગવાનના દેહ અને સમવસરણના વર્ણનથી સ્વરૂપનું ભાન પ્રગટે નહીં, તો પછી શાસ્ત્રોમાં તેનું વર્ણન શા માટે કરવામાં આવ્યું છે? તો તેનો ઉત્તર એ છે કે જિનેશ્વર ભગવાનનું બાહ્ય સ્વરૂપ કેવું અદ્ભુત હોય છે તેનું વર્ણન, બાલ - અજ્ઞાની જીવોને ભગવાન પ્રત્યે સાત્ત્વિક પ્રેમ ઉત્પન કરાવવાના હેતુએ કરવામાં આવ્યું છે. અરિહંત ભગવાનના દેહસૌંદર્યનું અને તેમની બાહ્ય વિભૂતિનું વર્ણન બહિર્દષ્ટિ જીવને આકર્ષે છે. અલ્પ બુદ્ધિમાન જીવ સૂમ નિરૂપણ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૨ (ઉપદેશછાયા-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org