________________
૪૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અસદ્દગુરુ તેમાંનાં કેટલાંક સ્થાનકોનાં સેવન વડે મહામોહનીય કર્મનો બંધ કરે છે, જેમ કે શુદ્ધ ધર્મમાર્ગમાં પ્રવૃત્ત પુરુષને ભ્રષ્ટ કરવો, જિનેશ્વર અને જિનેશ્વર પ્રરૂપિત ધર્મની નિંદા કરવી, આચાર્ય-ઉપાધ્યાયની નિંદા કરવી, જ્ઞાનીઓની વૈયાવચ્ચાદિ ન કરવી, મંત્રતંત્ર આદિ અધાર્મિક પ્રયોગની સાધના કરવી, તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહેવું, પોતે બહુશ્રુત જ્ઞાની નહીં હોવા છતાં શાસ્ત્રપારંગત હોવાનો દંભ કરવો, જ્ઞાની હોવાની આત્મશ્લાઘા કરવી, કંઈ પ્રત્યક્ષ ન હોય તો પણ હું જ્ઞાનમાં દેવતાદિને પ્રત્યક્ષ દેખું છું' એમ કપટથી કહેવું, કપટથી પોતાના દુષ્ટ આચાર ગોપવવા, માયાથી કોઈને પોતાની જાળમાં ફસાવવા, સૂત્રના શુદ્ધ અર્થને છુપાવવા - બદલી નાખવા, ચતુર્વિધ સંઘની અંદર ફાટફૂટ પડાવવી, ઉપકારીના ઉપકારને ભૂલી તેના દ્વેષી થવું ઇત્યાદિ. આવા (૧૪) સાવ દરિદ્ર હોય પણ ગામનો રાજા કે ગામ મળીને તે દરિદ્રને રાજા બનાવે અને તેથી તેને બહુ જ ધન મળે; પછી ઈર્ષ્યાળુ થઈ, સંક્લિષ્ટ ચિત્તવાળો થઈ, તે બીજાની આજીવિકાનો નાશ કરે. (૧૫) જેમ નાગણ પોતાનાં બચ્ચાંને જ મારી નાખે છે, તેમ કોઈ પોતાના માલિક, સેનાપતિ કે શાસ્તાને મારી નાખે. (૧૬) રાષ્ટ્રના નાયકને, નગરના નેતાને કે યશસ્વી શેઠને મારી નાખે. (૧૭) દરિયામાં આવેલા બેટની જેમ, અનેક જીવોના નેતાને અને પ્રાણીઓને શરણ આપનારને મારી નાખે. (૧૮) જે સંયમ માટે તત્પર હોય, સંયમી હોય કે તપસ્વી હોય તેવાને ધર્મથી ભ્રષ્ટ કરે. (૧૯) અનંતજ્ઞાની અને શ્રેષ્ઠ દર્શનવાળા પુરુષની નિંદા કરે. (૨૦) ન્યાયમાર્ગનો હેપી થઈ, તેની નિંદા કરી અપકાર કરે. (૨૧) આચાર્ય-ઉપાધ્યાય પાસેથી મૃત શીખીને તેમની જ નિંદા કરવા મંડી જાય. (૨૨) જેમની પાસેથી શ્રત લીધું હોય તેનો અહંભાવથી પ્રત્યુપકાર ન કરે, અર્થાતુ સમ્યક પ્રકારે તેમની સેવા, પૂજા, આદર ન કરે. (૨૩) બહુશ્રુત ન હોય પણ બહુશ્રુત હોવાનો ઢોંગ કરી યશ કમાય અને પોતે વિશુદ્ધ સ્વાધ્યાય કરે છે એવું બીજાને ઠસાવે. (૨૪) તપસ્વી ન હોય છતાં તપસ્વી હોવાનો આડંબર કરે. (૨૫) “આ તે મારું શું ભલું કરવાનો હતો’ એવા ભાવથી, સાધારણ મદદ માગનાર કોઈ ગ્લાનને, સમર્થ હોવા છતાં મદદ ન કરે. આવો મનુષ્ય શઠ છે, માયાવી છે. અને ક્લિષ્ટ ચિત્તવાળો છે તથા પોતાની બોધિને તે પોતે જ દુર્લભ બનાવે છે. (૨૬) સર્વધર્મતીર્થનો નાશ કરવાની કથા કરે અને કલહ કરે. (૨૭) પ્રશંસા માટે વશીકરણાદિ અધાર્મિક યોગોનું આચરણ કરે. (૨૮) આ લોક કે પરલોકના કામભોગોને વિષે અતૃપ્ત રહી, વારંવાર તેની અભિલાષા કરે. (૨૯) દેવોની ઋદ્ધિ, ઘુતિ (કાંતિ), યશ, વર્ણ (શોભા), બળ, વીર્ય આદિની નિંદા કરે.
માની પૂજે એવી યશની આકાંક્ષા રાખી પોતે દેવ, યક્ષ, વ્યંતરને ન દેખતો હોય, અજ્ઞાની હોય, છતાં કહે કે હું તો તે બધાને જોઉં છું.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org