________________
૪૭૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
રહે નહિ.”
અરિહંતદેવના પુદ્ગલાશ્રિત બાહ્ય વિશેષણો અને જીવાશ્રિત આંતરિક વિશેષણોનો ભેદ સમજ્યા વિના અરિહંતદેવની સાચી ઓળખાણ-ભક્તિ-ઉપાસના સંભવિત નથી. તેથી તે યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.
જગતના સર્વ જીવોને જિનશાસનરસી બનાવી આત્મધર્મ પમાડું' એવી વિશ્વવ્યાપક સહજસ્તુરિત લોકોત્તર કરુણાભાવનાના બળથી તીર્થકર નામ કર્મનું ઉપાર્જન થાય છે. આ શુભ નામ કર્મની પ્રકૃતિના ઉદયથી શ્રી તીર્થંકર પ્રભુને અતિશયોની પ્રાપ્તિ થાય છે. જે ગુણો વડે શ્રી તીર્થકર ભગવંતો સમસ્ત જગતમાં અતિશાયી - ચડિયાતા હોય છે તેવા ગુણોને અતિશય કહે છે. તીર્થંકર પરમાત્માના ૩૪ અતિશય હોય છે. આ અતિશયોમાંથી કેટલાક જન્મથી જ હોય છે અને બાકીના ઘાતી કર્મનો ક્ષય થયા પછી - કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રગટનારા અતિશયોમાંથી કેટલાક દેવકૃત હોય છે. આ ૩૪ અતિશયો નીચે પ્રમાણે છે –
ચાર સહજ અતિશય અથવા મૂલાતિશય (જન્મથી જ હોય)
(૧) અભુત રૂપ અને સુગંધવાળું શરીર, ૨) કમલગંધ સમાન સુગંધી શ્વાસોચ્છવાસ, (૩) ગાયના દૂધની ધારા સમાન ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રુધિર, (૪) આહાર અને નિહારની ચર્મચક્ષુથી ન દેખાય એવી ક્રિયા.
ઘાતી કર્મોનો ક્ષય થતાં પ્રગટતા અગિયાર અતિશય
(૧) માત્ર એક યોજન જેટલી ભૂમિમાં મનુષ્યો, દેવો અને તિર્યંચોની કોડાકોડી સંખ્યાનો સમવસરણમાં સુખરૂપ અને બાધારહિત સમાવેશ, (૨) વાણી - દેશના ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭,
પૃ.૨૧૬ ૨- અતિશય સંબંધીના વર્ણન માટે જુઓ :
(૧) 'શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૪ (૨) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘અભિધાનચિન્તામણિ', કાંડ ૧, શ્લોક પ૭
થી ૬૪ (૩) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી રચિત, ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૨, ૩, ૪, ૫ (૪) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૧, આર્યા ૨૪ થી ૪૭ (૫) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી કત, ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', પર્વ ૧,
સર્ગ ૬ (૬) આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિરચિત, પ્રવચનસારોદ્ધાર', ગાથા ૪૪૦ થી ૪૫૦ (૭) ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત, ‘લોકપ્રકાશ', સર્ગ ૩૦ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org