________________
ગાથા-૨૫
૪૭૫ હે ભગવાન! આપની મહાનતા તો વીતરાગતા અને સર્વજ્ઞતાના કારણે જ છે. વીતરાગતા અને સર્વજ્ઞતા કંઈ અસંભવિત નથી. મોહ, રાગ, દ્વેષ આદિ દોષ તેમજ જ્ઞાનાવરણીયાદિ આવરણોનો સંપૂર્ણ અભાવ સંભવિત છે, કેમ કે તેની હાનિ ક્રમશઃ થતી જોવામાં આવે છે. જેવી રીતે અશુદ્ધ સુવર્ણપાષાણાદિમાં અગ્નિતાપાદિ વડે અંતર્બાહ્ય મેલ(અશુદ્ધિ)નો અભાવ થઈને સુવર્ણની શુદ્ધતા પ્રગટતી જોવામાં આવે છે, તેવી જ રીતે શુદ્ધોપયોગરૂપ ધ્યાનાગ્નિના તાપથી કોઈ આત્માના દોષ તથા આવરણની હાનિ થઈને વીતરાગતા અને સર્વજ્ઞતાનું પ્રગટ થવું સંભવિત છે.'
આવા પરમાર્થપ્રયોજનભૂત વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કર્યા વિના માત્ર બાહ્ય ઓળખાણથી જિનેશ્વરદેવની ભક્તિ કરનાર જીવનું મિથ્યાત્વ ટળતું નથી. આ તથ્યને સમજાવતાં પંડિત શ્રી ટોડરમલજી “મોક્ષમાર્ગ પ્રકાશક' ગ્રંથમાં “જૈનમતાનુયાયી મિથ્યાદૃષ્ટિઓનું સ્વરૂપ' નામક સપ્તમ અધિકારમાં કહે છે –
અહંતદેવ છે, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, સુધાદિ દોષરહિત છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે; સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપે છે, કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામક્રોધાદિ નાશ કર્યા છે - ઇત્યાદિ વિશેષણ કહે છે; તેમાં કેટલાંક વિશેષણ તો પુદગલાશ્રિત છે તથા કેટલાંક વિશેષણ જીવાશ્રિત છે, તેને ભિન્ન-ભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન જાણી મિથ્યાદષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાના જાતીય અરહંતપર્યાયમાં જીવ-પુગલનાં વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદષ્ટિપણું ધારણ કરે છે, વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને છે, અને જે જીવનાં વિશેષણો છે તેને યથાવત ન જાણતાં એ વડે અરહંતદેવનું મહાનપણું આજ્ઞાનુસાર માને છે, અથવા અન્યથા માને છે. જો જીવનાં યથાવત વિશેષણો જાણે તો મિથ્યાદષ્ટિ ૧- જુઓ : આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીકૃત, દેવાગમ સ્તોત્ર', શ્લોક ૧, ૨,૪
'देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यते नातस्त्वमसि नो महान् ।। अध्यात्म बहिरप्येष विग्रहादिमहोदयः । दिव्यः सत्यो दिवौकष्वप्यस्ति रागादिमत्सु सः ।। दोषावरणयोर्हानिनिःशेषास्त्यतिशायनात् ।
क्वचिद्यथा खहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।' નોંધ : શ્રીમદે શ્રી મનસુખભાઈ કિરતચંદભાઈ સાથેના વાર્તાલાપમાં આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીરચિત “દેવાગમ સ્તોત્ર'ના મંગલાચરણરૂપ પ્રથમ શ્લોકનું વિવેચન કર્યું છે. તે માટે જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૨ (ઉપદેશનોંધ-૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org