________________
४७८
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિદ્યાઓના સ્વામી, (૧૦) નખ અને કેશ વધે નહીં, (૧૧) અઢાર મહાભાષા તથા સાતસો ક્ષુદ્રભાષા યુક્ત દિવ્ય ધ્વનિ
તીર્થંકર પ્રકૃતિના પ્રભાવથી દેવકૃત તેર અતિશય
(૧) સર્વ ઋતુનાં ફળ, ફૂલ, પત્ર સહિત વૃક્ષ હોય છે, (૨) તૃણ, કાંટા અને ધૂળ દૂર કરતો સુખદાયક પવન વાય છે, (૩) સર્વ જનસમુહમાં મૈત્રીભાવ, (૪) એટલી પૃથ્વી દર્પણસમ સ્વચ્છ અને રત્નમય બને છે, (૫) સુગંધી જળની વૃષ્ટિ, (૬) વિક્રિયાથી ફળોના ભારથી નમી પડેલાં શાલી આદિ વૃક્ષોની રચના, (૭) સર્વ જીવોને આનંદ પ્રગટે છે, (૮) શીતલ, મંદ, સુગંધી પવન વાય છે, (૯) કૂવા અને તળાવ નિર્મળ જળથી ભરાઈ જાય છે, (૧૦) આકાશ અને દિશા નિર્મળ હોય છે, (૧૧) સર્વ જીવોને રોગ આદિ બાધાઓ નથી હોતી, (૧૨) એક હજાર આશાવાળું - કિરણોવાળું, પોતાના પ્રકાશથી સૂર્યમંડળને પણ ઝાંખું પાડતું ધર્મચક્ર આગળ ચાલે છે, (૧૩) તીર્થકરની ચારે બાજુ છપ્પન સુવર્ણ કમળ, એક પાદપીઠ તથા વિવિધ પ્રકારનાં પૂજનદ્રવ્ય હોય છે.
આમ, ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના ઉદયના કારણે જન્મકાળથી શ્રી તીર્થંકર પ્રભુનો દેહ ૧૦૦૮ ઉત્તમ લક્ષણોથી સુંદર અને સુશોભિત હોય છે. શ્રી તીર્થકર ભગવંતના શરીરનું રૂપ લોકોત્તર હોય છે, એટલે કે શ્રી તીર્થકર ભગવંતનું રૂપ લોકમાં કશે પણ જોવા ન મળે તેવું અલૌકિક હોય છે. ભગવંત જેવું રૂપ સંપૂર્ણ જગતમાં બીજા કોઈનું પણ હોતું નથી. દેવતાઓની રૂપ વિકર્વવાની અદ્દભુત શક્તિ હોય છે. તેઓ ધારે તે રૂપ વિકુવી શકતા હોવા છતાં ભગવંત સમાન રૂપ તેઓ કદાપિ વિકુર્તી શકતા નથી. પોતાની અદ્દભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક અંગુષ્ઠપ્રમાણ રૂપ વિદુર્વે અને તે રૂપને ભગવંતના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તોપણ દેવનિર્મિત અંગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની!
વળી, સંપૂર્ણ વિશ્વમાં ભગવંત જેવું પ્રથમ સંઘયણ બીજા જીવોનું હોતું નથી; એવી જ રીતે ભગવંત જેવું સમચતુરસ્ત્ર સંસ્થાન બીજા જીવોનું હોતું નથી; ભગવંતના શરીર જેવો શ્વેત આદિ વર્ણ બીજા જીવોનાં શરીરનો કદાપિ હોતો નથી; ભગવંત જેવી ગતિ, ભગવંત જેવું સત્ત્વ, ભગવંત જેવું બળ વગેરે બીજા જીવોમાં કદાપિ હોતાં નથી. શ્રેષ્ઠ પુણ્યતિશયના પ્રભાવથી ભગવંતમાં અતુલ બળ, વીર્ય, ઐશ્વર્ય, સત્ત્વ, પરાક્રમ વગેરે હોય છે. સર્વ સુંદર મનુષ્યો, દેવતાઓ, અસુરો અને તેમની સુંદરીઓના રૂપ, લાવણ્ય, કાંતિ, સૌંદર્ય, સૌભાગ્ય, દીપ્તિ વગેરેને એકત્રિત કરી, એક મહાન ૧- જુઓ : ‘શ્રી ઔપપાતિક સૂત્ર', સૂત્ર ૧૦ ૨- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ'ની ‘હરિભદ્રી ટીકા', ગાથા પ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org