________________
ગાથા-૨૫
૪૮૧
ભાગમાં ત્રીજો રૂપાનો ગઢ અને સોનાના કાંગરા બનાવે છે. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હોય છે. ચારે દ્વારે દેવો દ્વારપાળ બને છે. બીજા ગઢના ઈશાનકોણમાં પ્રભુના વિશ્રામ અર્થે એક દેવછંદ બનાવે છે. સમવસરણની મધ્યમાં વ્યંતરો તીર્થકરોથી ૧૨ ગણું ઊંચું એક ચૈત્યવૃક્ષ - અશોકવૃક્ષ બનાવે છે. ઇન્દ્રનાં ઉદ્યાનોનાં સુંદર વૃક્ષો કરતાં પણ આ અશોકવૃક્ષ અનંતગણું સુંદર હોય છે. તેની શાખાઓ વિસ્તીર્ણ અને છાયા નીરંધ્ર - ગાઢ હોય છે. એક યોજન પ્રમાણ વિસ્તારવાળું અશોકવૃક્ષ અત્યંત નજીક નજીક રહેલા, પવનથી અવિરત હાલતા, નવીન, કોમળ અને રક્ત વર્ણના પલ્લવોના સમૂહથી શોભે છે. તેના ઉપર સર્વ ઋતુઓનાં સુવિકસિત સર્વોત્તમ પુષ્પો હોય છે. અશોકવૃક્ષના મૂળ ભાગમાં ચાર દિશામાં રત્નમય પાદપીઠથી સહિત ચાર સિંહાસન હોય છે. તે સિંહાસનો સુવર્ણમય અને પ્રકાશમાન રત્નોની પંક્તિઓથી સુશોભિત હોય છે. તે રત્નોમાંથી અનેક રંગોનાં કિરણો નીકળતાં હોય છે. આવા સુંદર સિંહાસન ઉપર દેવતાઓ ત્રણ છત્ર નિર્મિત કરે છે. ૧ શરદ ઋતુનો ચંદ્રમા, કુંદ અને કુમુદ જેવાં અત્યંત શુભ મોતીઓની લટકતી માળાઓની પંક્તિઓના કારણે અત્યંત મનોરમ અને પવિત્ર એવા ત્રણ છત્ર જિનેશ્વરના મસ્તક ઉપર શોભે છે. સિંહાસનની બાજુમાં યક્ષો ચામર વીંઝતા ઊભા રહે છે. તે ચામરોમાં રહેલા વાળ એટલા બધા શ્વેત અને તેજસ્વી હોય છે કે તેમાંથી ચારે બાજુ પ્રકાશનાં કિરણો નીકળતાં હોય છે. તે ચામરોને ઉત્તમ રત્નોથી જડિત એવા સોનાના દંડ (હાથા) હોય છે, તેમાંથી પણ રંગબેરંગી તેજસ્વી કિરણો નીકળતાં હોય છે. જે દેવતાઓના હાથમાં તે ચામરો હોય છે, તે દેવતાઓ અને તેમનાં આભૂષણો પણ તેજસ્વી હોય છે. તે આભૂષણોમાંથી પણ પ્રકાશ વહેતો હોય છે અને તે ચામરોની ચારે બાજુએ તેજસ્વી કિરણો નૃત્ય કરતાં હોય એવો ભાસ થાય છે. પ્રભુ ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, તીર્થને નમસ્કાર કરી, પૂર્વાભિમુખ થઈ, સિહાસન ઉપર આરૂઢ થાય છે ત્યારે વ્યંતર દેવો બીજી ત્રણ દિશામાં સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબો રચે છે. તે શરીરોમાં ભગવંતના રૂપ જેવું જ રૂપ ભગવંતના અચિત્ય પ્રભાવથી થાય છે. સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોવા છતાં દરેક જીવને ભગવંતનું એક જ મુખ દેખાય છે અને ભગવંત સૌને સદા અભિમુખ જ હોય છે. દેવો પ્રભુના દરેક મસ્તક પાછળ ભામંડલ રચે છે. ભામંડલ એટલે પ્રકાશના પંજનો ઉદ્યોત. તે બાર સૂર્યોની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનોહર હોય છે. દેવો દસે ૧- જુઓ : આચાર્યશ્રી માનતુંગસૂરિજીરચિત, ‘શ્રી ભક્તામર સ્તોત્ર', શ્લોક ૩૧ ૨- જુઓ : આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિજીરચિત, ‘પ્રવચનસારોદ્વાર', ગાથા ૪૪૦ની વૃત્તિ ૩- જુઓ : ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત, લોકપ્રકાશ', સર્ગ ૩૦ ૪- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘વીતરાગસ્તવ'ની અવચૂર્ણિ, પ્રકાશ ૩.
શ્લોક ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org