Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવ અનંત દુઃખ પામે છે તે સદ્ગુરુની ઓળખાણ પ્રથમ જ કરવી ઘટે છે. તે માટે સદ્ગુરુની ઓળખાણમાં ઉપયોગી એવી સર્વ હકીકતોનું સ્વરૂપ જાણવું કર્તવ્યરૂપ છે. આગમ, યુક્તિ તથા અનુભવ - આ ત્રણ પ્રકારે પરીક્ષા કરીને સદગુરુની ઓળખાણ કરવાનું સૂચવ્યું છે. માત્ર બાહ્ય ચિહ્નોની ઓળખાણથી કાર્યસિદ્ધિ થતી નથી. ગુરુતત્ત્વ સંબંધી મિથ્યા અને સત્ય માન્યતાઓનો સાર આપતાં શ્રી કાનજીસ્વામી કહે છે –
ત્રણ પ્રકારના પરીક્ષક કહ્યા છે :(૧) અજ્ઞાનીઓ પ્રથમ વેશ નીરખે છે કે આપણા સંપ્રદાયનો વેશ છે ને! પોતાના કુળધર્મનો વેશ દેખીને રાજી થાય. (૨) તેનાથી કાંઈ વધુ ડાહ્યા હોય તે દેહના ચારિત્રને - ક્રિયાને ઓળખે છે. પોતાની માનેલી બાહ્ય ચારિત્રની ક્રિયા હોય તો વખાણે. (૩) જે બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ ઉપર વજન નહિ આપતાં અંતરંગ તત્ત્વ - સમ્યસ્વરૂપને યથાર્થ જાણે છે તેની જ પરીક્ષા કરીને સત્નો આદર કરે છે અને ખોટાને ખોટું સમજે છે, તે જ આત્માર્થી છે.”
સદ્ગુરુની યથાર્થ પરીક્ષા કરવા માટે જ્ઞાની પુરુષો જીવને સમજાવે છે, “હે વત્સ! આ મનુષ્યજીવનના અલ્પ કાળમાં જો તું આત્મશાંતિ ઇચ્છે છે, આત્મસુખ ઇચ્છે છે, આત્મશ્રેય ઇચ્છે છે તો પ્રથમ સદ્ગુરુની ઓળખાણ કર. સદ્ગુરુની ઓળખાણના અભાવે તું સંસારમાં રહીને, નરક-તિર્યંચાદિની ચતુર્વિધ ગતિઓમાં ભ્રમણ કરીને અનંત કાળથી અનંત દુ:ખ પામતો રહ્યો છે. તે સગુરુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નહીં અને મિથ્યા બુદ્ધિથી બાહ્ય ત્યાગ અથવા કુળધર્મને ગુરુપણાનો માપદંડ ગણ્યો. અનાદિથી અજ્ઞાનવશ, જ્ઞાનરહિત બાહ્યત્યાગીમાં અથવા કુળધર્મના ગુરુમાં સદ્ગુરુબુદ્ધિ કરતો રહ્યો, જેથી સર્વ દુઃખના ક્ષયનો ઉપાય તારાથી દૂર જ રહ્યો. અસદ્ગુરુમાં સદ્ગુરુબુદ્ધિરૂપ તારી આ વિપરીત માન્યતા તને બંધનકર્તા થઈ છે અને છતાં આશ્ચર્ય તો એ છે કે તું તેમને સેવવામાં તત્પર રહે છે. આ મિથ્થા ચેષ્ટાથી હે જીવ! હવે તું થોભી જા. અસદ્ગુરુને આધીન થઈ તારા આત્માને કલંક ન લગાડ. સદગુરુ-અસદ્ગુરુનાં સ્વરૂપનો નિશ્ચય કરી, અસદ્દગુરુને હેય જાણી, તેમના ઉપરથી લક્ષ્ય હટાવી સદ્ગુરુ પ્રત્યે લક્ષ કર. જ્ઞાનરહિત બાહ્યત્યાગીમાં તથા કુળગુરુમાં સેવાઈ રહેલી સદ્ગુરુબુદ્ધિનો ત્યાગ કર. તેમનામાં રહેલી ઉપાદેયબુદ્ધિ છોડી દે. બાહ્ય ઓળખાણના આધારે સદ્ગુરુપણું સ્થાપવાના બદલે અંતરંગ દશાના આધારે સદ્ગુરુપણું સ્થાપ. એક સદ્ગુરુની ઓળખાણનું જ કામ ઉપાડ. વર્તમાન પર્યાયમાં પ્રાપ્ત થયેલ સમસ્ત જ્ઞાન અને વીર્યને સદ્ગુરુની ઓળખાણ કરવામાં લગાડી ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org