Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગણાતા માણસો પણ એ બાબતમાં ચૂકી જાય છે. દષ્ટિરાગના કારણે અંધ બનીને જીવ મારાપણાના આગ્રહથી પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુમાં, અર્થાત્ કુગુરુમાં સદ્ગુરુની દૃઢ માન્યતા કરે છે અને એ જ તેનું મતાર્થપણું છે. “અધ્યાત્મકલ્પદ્રુમ'માં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે “સંસારયાત્રામાં કુગુરુના ઉપદેશથી ધર્મને માટે કરેલા મોટા પ્રયાસ પણ નિષ્ફળ નીવડે છે. એટલા માટે હે ભાઈ! જો તું હિતની ઇચ્છા રાખતો હોય તો દૃષ્ટિરાગ પડતો મૂકીને અત્યંત શુદ્ધ ગુરુને જ ભજ. જેમ સારી રીતે સીંચેલો લીમડો કદી કેરી આપતો નથી, જેમ રસવાળી કે ઔષધયુક્ત વાનગીઓ ખવરાવીને પુષ્ટ કરેલી વંધ્યા ગાય દૂધ આપતી નથી, જેમ ખરાબ સંજોગોમાં મુકાયેલા રાજાની સારી રીતે સેવા કરી હોય તોપણ તે લક્ષ્મી આપી ન્યાલ કરતો નથી; તેવી જ રીતે કુગુરુ ક્યારે પણ શુદ્ધ ધર્મ અને મોક્ષ આપી શકતા નથી.'
જ્યારે જીવ પ્રથમ યોગદૃષ્ટિમાં આવે છે ત્યારે તે ગુણસંપત્તિ વિનાના વેષધારી કુળગુરુઓને તથા આત્મજ્ઞ સંતોને આંતર સૂઝથી ઓળખી શકે છે, તેથી તે અજ્ઞાની કુળગુરુઓથી દૂર રહે છે અને સાચા સંતોનાં વિનય-બહુમાન આદિ કરે છે. બાહ્ય વેષ-સંપ્રદાયથી નિરપેક્ષપણે સાચા સંતને ઓળખવાની આંતર સૂઝનો અભાવ એ વાત પ્રગટ કરે છે કે હજી તે જીવની દૃષ્ટિ ઉપરથી મોહનું - દૃષ્ટિરાગનું પડલ ખસ્યું નથી, તેમજ તેનો ભાવમલ પણ ઘટ્યો નથી અને તેથી પારમાર્થિક માર્ગમાં પ્રવેશ અર્થે જરૂરી એવી ચિત્તશુદ્ધિ તેને થઈ નથી. મતાર્થી જીવ દષ્ટિરાગના ઘેનમાં વર્તતો હોવાથી તેને પોતાના સંપ્રદાયના ગુરુઓ જ સાચા લાગે છે અને અન્ય સંપ્રદાયમાં રહેલા સાચા સંતનું હીર તે પારખી શકતો નથી. તે પોતાના પક્ષના સંસારત્યાગીઓને સુગુરુ માની ભજે છે અને અન્ય સંપ્રદાયના આત્મજ્ઞાનીઓને કુગુરુ કહી તેમની ઉપેક્ષા કરે છે. આમ, પોતાના કુળધર્મના આત્મજ્ઞાનવિહીન ગુરુને દૃષ્ટિરાગથી સાચા માનવા એ મતાર્થનો બીજો પ્રકાર છે.
ગુરુતત્ત્વ સંબંધી ભૂલ કરનારા અને વળી તેનો મિથ્યા આગ્રહ કરનારા જીવોને શ્રીમદે મતાર્થી તરીકે બે પ્રકારે દર્શાવ્યા છે. આવા જીવો સંબંધીનું વર્ણન “મોક્ષમાર્ગ ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૧૨, શ્લોક ૫/૮
'फलाद् वृथा स्युः कुगुरुपदेशतः, कृता हि धर्मार्थमपीह सूद्यमाः । तद् दृष्टिरागं परिमुच्य भद्र हे! गुरुं विशुद्धं भज चेद्धितार्थ्यसि ।। नानं सुसिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च ।
दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं, धर्मं शिवं वा कुगुरुर्न संश्रितः ।।' સરખાવો : સંતકવિ પ્રીતમદાસજી રચિત, પદ ૩૯ (‘પરિચિત પદસંગ્રહ', આઠમી આવૃત્તિ, પૃ.૨૫૦)
જ્ઞાનહીણા ગુરુ નવ કીજિયે, વાંઝ ગાય સેન્ચે શું થાય? કહે પ્રીતમ બ્રહ્મવિદ્દ ભેટતાં, ભવરોગ સમૂળો જાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org