Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્તા-ભોક્તા મટી જ્ઞાતા-દ્રષ્ટા થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી આવી અદ્ભુત દશા શક્ય બને છે, સહજ બને છે.
તેથી એમ ફલિત થાય છે કે બાહ્યાભ્યતર ત્યાગી, અર્થાત્ જેઓ દ્રવ્યથી અને ભાવથી નિર્ગથ હોય અથવા જેઓ અંતર્યાગી હોય એવા આત્મજ્ઞાનીને જ સદ્ગુરુપદે સ્થાપિત કરવાથી પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે છે. માત્ર બાહ્ય ત્યાગ હોય, પણ આત્મજ્ઞાનનો અભાવ જેને છે એવા અજ્ઞાનીને ગુરુ માનવા યોગ્ય નથી. તેથી જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જેમનામાં આત્મિક ગુણસંપત્તિ છે એવા ભાવ-આચાર્ય, ભાવસાધુ આદિ વંદનના અધિકારી છે. 'ભાવ' શબ્દ ઉપર મુકાયેલો ભાર એમ સૂચવે છે કે જેમનામાં આચાર્ય કે સાધુના હોવા યોગ્ય ભાવગુણ વર્તે છે તેઓ જ વંદનના અધિકારી છે, નહીં કે દ્રવ્યલિંગ ધારણ કરનારા વેષધારી એવા દ્રવ્ય-આચાર્ય અથવા દ્રવ્યસાધુ. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે પ્રથમ યોગદષ્ટિમાં આવેલ આત્માઓ પાસેથી આ વાત અપેક્ષિત છે કે તેઓ દ્રવ્યાચાર્યોથી કે દ્રવ્યસાધુથી દૂર રહે, અર્થાત્ ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના આત્મજ્ઞાનરહિત આચાર્ય કે સાધુ, જેઓ પોતે જ અજ્ઞાનમાં અથડાતા હોય તથા બહિરાત્મભાવમાં ડૂબેલા હોય એવા ગુરુઓથી તે દૂર રહે; અને અંતરસંયમી હોય તથા નિરીહ એટલે કંચન, કામિની, કીર્તિ આદિની સ્પૃહારહિત હોય એવા આત્મજ્ઞાની સંતોની તે ઉપાસના કરે. જે વ્યક્તિ આટલો પણ વિવેક ન કરી શકે તેને પહેલી યોગદષ્ટિની પણ પ્રાપ્તિ થઈ નથી એમ સમજવું.૧ બાહ્યદૃષ્ટિવાળો જીવ બાહ્ય ત્યાગ, વેષ આદિથી પ્રભાવિત થઈને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિંગીને ગુરુ તરીકે આરાધે છે અને તેનો આશ્રય છોડતો નથી, એ જ તેનું પ્રત્યક્ષ મતાથપણું છે. (II) “અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ'
પોતાના કુળના ગુરુ કે પોતાના ધર્મના ગુરુ ગમે તેવા અજ્ઞાની હોય અથવા શિથિલાચારી હોય તો પણ તેમનામાં જ મમત્વ રાખવું, તેમનામાં જ પૂજ્યભાવ સ્થાપી મિથ્યા માન્યતારૂપ મતને પકડી રાખવો અને તેના આગ્રહી થવું તે મતાર્થીનો બીજો પ્રકાર છે.
સદ્ગુરુમાં હોવા યોગ્ય આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ લક્ષણો પોતાના કુળધર્મના ગુરુમાં છે કે નહીં તેની પરીક્ષા કર્યા વિના, કુળ-સંપ્રદાયના આગ્રહથી અને કુળધર્મના મમત્વજન્ય રાગથી કુળગુરુને સદ્ગુરુપદે સ્થાપવા તે દષ્ટિરાગ છે. મતાર્થી જીવ ઉપર પોતાના કુળધર્મનો અભિપ્રાય સવાર થઈને બેઠેલો હોવાથી, તેના બાપ-દાદા જે માને કે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૨૬
'आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org