________________
ગાથા-૨૪
૪૬૩
કહે તેનાથી પ્રભાવિત થઈ, તે પણ તેમ જ માનતો થઈ જાય છે. પરંતુ મોક્ષમાર્ગ સાંપ્રદાયિક નથી, વૈજ્ઞાનિક છે. ‘શું’ અને ‘શા માટે’ના યોગ્ય જવાબ વિના સ્વીકારી લીધેલી વાત કાર્યકારી થતી નથી. ખાતરી કર્યા વિના ‘આમ જ છે' એ શ્રદ્ધા કેવળ આગ્રહમાત્ર છે. વિવેકપૂર્વક કરેલી શ્રદ્ધા જ મોક્ષમાર્ગે મદદરૂપ બને છે. વિવેકપૂર્વકની શ્રદ્ધા કરવાને બદલે મતાર્થી જીવ કોઈ પણ જાતના જાત-અનુભવ કે પૂર્વવિચારણા વગર કુળધર્મના મત પ્રમાણે દોરવાઈ જાય છે અને કુળધર્મના ગુરુને સદ્ગુરુ તરીકે સ્વીકારી લે છે. શ્રીમદ્ લખે છે
આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ; તેમ જ આપણા ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે.’૧
મતાર્થી જીવ પોતાના કુળધર્મ પ્રત્યે આવા આંધળા રાગના કારણે અમુક વ્યક્તિ જ સાચી છે અને બીજા ખોટા છે એમ માનતો થઈ જાય છે, જ્યારે આત્માર્થીપણામાં તો સદ્ગુરુનું સમ્યક્ સ્વરૂપ સમજી તેમનું તથારૂપ માન્યપણું હોય છે. આમ, આત્માર્થીપણામાં ગુણ ઉપર રાગ હોવાથી ગુણીની શ્રદ્ધા થાય છે, જ્યારે દૃષ્ટિરાગમાં તો કુળ-સંપ્રદાય તરફના મમત્વનું મહત્ત્વ હોય છે. દૃષ્ટિરાગી ‘મારું તે સાચું’ માને છે, જ્યારે આત્મા ‘સાચું તે મારું’નો સિદ્ધાંત સ્વીકારે છે. આમ, દૃષ્ટિરાગમાં મતનું માન્યપણું છે, જ્યારે સમ્યગ્દષ્ટિમાં સત્ત્નું માન્યપણું છે.
આ દૃષ્ટિરાગ છોડવો ઘણો મુશ્કેલ હોવાથી ‘વીતરાગસ્તવ'માં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે ‘કામરાગ અને સ્નેહરાગ અલ્પ પ્રયાસથી નિવારી શકાય છે, પરંતુ પાપી દૃષ્ટિરાગ તો સજ્જનોને પણ દુચ્છેદ છે, અર્થાત્ મહામુશ્કેલીથી ઘટાડી શકાય છે.'૨ કામરાગ અને સ્નેહરાગ એ બન્ને સામાન્ય કારણ મળવાથી નાશ પામે છે. જેમ કે કામીને વ્યવહારનાં કાર્યોમાં મૂકવાથી કામરાગ ઘટી જાય છે, તેમજ દેશાવર જવાથી અથવા ઘણા કાળનો વિરહ થવાથી સ્નેહરાગ પણ ઘટી જાય છે. પરંતુ દૃષ્ટિરાગ તો એવો છે કે તે બહુ મુશ્કેલીથી જાય છે. સમજુ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૨ (આંક-૪૦)
૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૬, શ્લોક ૧૦ 'कामरागस्नेहरागावीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org