________________
૪૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સપુરુષના સમાગમથી એમ સમજાય કે “મને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી અને સમ્યજ્ઞાન વિના સાધુપણું વાસ્તવ્ય રીતે આવી શકે નહીં, માટે હું સાધુ નથી, પણ સન્માર્ગનો શોધક છું, આત્માર્થી છું.' આ સત્ય તે સન્માર્ગના જિજ્ઞાસુને સમજાયું હોવાથી ઉપદેશ આપવાનું કે લોકપરિચયમાં આવવાનું થાય ત્યારે જરા પણ ભય કે સંકોચ રાખ્યા વિના હું સાધુ નથી, પણ સન્માર્ગનો ઉપાસક છું, આત્માર્થી છું' એમ સ્પષ્ટપણે લોકોને કહે છે, અર્થાત્ પોતે જેવી સ્થિતિમાં હોય તે જ પ્રમાણે જાહેર કરે છે. માનની લાલસાથી પોતાને જરા પણ મોટો માનતો-મનાવતો નથી. મતાર્થી જીવ (૩) જ્યાં આત્માર્થી મુનિ માનને સંકોચીને નમ્ર ભાવે વર્તે છે; ત્યાં મતાર્થી-માનાર્થી જીવ સાધુપણું લઈ સાધુદશાની પ્રાપ્તિ થઈ ન હોવા છતાં, બાહ્ય વેષ અને બાહ્ય ક્રિયામાં રક્ત બનીને હું સાધુ છું' એવા આત્મઘાતી અહંકારથી ભરપૂર બનીને, શિષ્યાદિ આગળ પોતાને સદ્ગુરુ તરીકે સ્થાપિત કરી વિનયાદિની ઇચ્છા રાખે છે અને ‘અમારો વિનય કરવાથી કલ્યાણ થાય છે' એમ કહી વિનયમાર્ગનો દુરુપયોગ કરી અનંતસંસારી બને છે. (૪) મતાર્થી જીવની અવળી સમજણ હોવાથી તે અસદ્ગુરુ વિષે સદ્ગુરુની ભાંતિ રાખે છે, અર્થાત્ ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના કહેવાતા ગુરુ કે જે પોતે અજ્ઞાનમાં અથડાતા હોય અને બહિરાત્મભાવમાં ડૂબેલા હોય, છતાં તેમની વાકપટુતા, તર્કશક્તિ, વિદ્વત્તા, વિપુલ શાસ્ત્રાભ્યાસ, વિશાળ શિષ્યવૃંદ આદિથી પ્રભાવિત થઈ, તેમને સદ્દગુરુ તરીકે માની તેમના વિનયમાં પ્રવર્તે છે. આમ, તે અસદ્દગુરુને ગુરુપદે દેઢતાપૂર્વક માને છે અને સાથે સાથે પોતાનાં મિથ્યાત્વ, સ્વચ્છંદ, માનાદિને વધાર્યા કરે છે.
ભવબંધનથી છૂટવાની અંતરંગ કામનાવાળો મુમુક્ષુ જીવ શ્રી જિનેશ્વર ભગવાને પ્રતિપાદિત કરેલા વિનયમાર્ગનું પરમાર્થરહસ્ય યથાર્થપણે સમજે છે. તદનુસાર સદ્ગુરુની યથાર્થ ઓળખાણ દ્વારા એમની પર્યાપાસના કરી, અર્થાત્ આજ્ઞાધીનપણે વર્તી, સ્વચ્છેદાદિ દોષો ટાળી પોતાનું કલ્યાણ કરે છે. મહાગ્રહ, સ્વછંદ અને અભિનિવેશમાં અટકનારો જડક્રિયાપ્રધાન કે શુષ્કજ્ઞાનપ્રધાન મતાર્થી જીવ તે વિનયમાર્ગનો પરમાર્થ નહીં સમજતો હોવાથી ઊલટો નિર્ધાર કરી, તે ઊંધા નિર્ણયથી દોરવાઈને વિપરીત પ્રવર્તન કરી પોતાના આત્માનું અહિત કરે છે.
ત જીવ જ્યાં સુધી મતાથ હોય છે, ત્યાં સુધી તે સ્વચ્છંદ અને મિથ્યાગ્રહનું વિશેષાર્થ
બજાજ સેવન કરે છે. તેની માન્યતામાં એકાંત દષ્ટિબિંદુ હોય છે અને માનાદિ જાળવવાનો હેતુ હોય છે, પરંતુ જ્યારે તેનામાં યથાર્થ આત્મહિતની ભાવનાનો ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org