________________
૪૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
વિવેચન
આત્મિક સમૃદ્ધિ ક્રમે કરીને તેને પણ પ્રગટે છે. જેમ ઉદય પામતો સૂર્ય ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રકાશિત થતો જાય છે, તેમ સદ્ગુરુ પ્રત્યેના વિનય વડે મુમુક્ષુના ગુણો ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ ખીલતા જાય છે.
વિનયમાર્ગનો આવો અલૌકિક મહિમા મુમુક્ષુને હૃદયગત થયો હોય છે. તે જાણે છે કે આ વિનય સદ્ગુરુ પ્રત્યે કરવામાં આવે તો જ સાર્થક છે, કારણ કે અસદ્ગુરુ પ્રત્યેનો વિનય પારમાર્થિક ફ્ળ આપી શકતો નથી. મુમુક્ષુને સદ્ગુરુ-અસદ્ગુરુનો વિવેક હોય છે. તેને દૃષ્ટિરાગ હોતો નથી, પરંતુ ગુણો પ્રત્યે રાગ હોય છે. તે જાણે છે કે અસદ્ગુરુને સદ્ગુરુબુદ્ધિએ સેવવા અને તેમના પ્રત્યે વિનયાદિ કરવા એ તો ‘ગુરુમૂઢતા’ છે. તેથી તે તો આત્મજ્ઞાનાદિ લક્ષણસંપન્ન સદ્ગુરુને જ અનુસરે છે. જેમણે ધર્મથી ઉન્મુખ બનીને બહુમતી આદિના જોર ઉ૫૨ યથેચ્છ પ્રવૃત્તિઓ કરવા માંડી હોય તેવા અસદ્ગુરુની નિશ્રામાં તે ધર્મ કરતો નથી, કારણ કે તે જાણે છે કે જાત અને જીવનનો ભોગ આપીને તેમને અનુસરવા જતાં આત્માના કલ્યાણને બદલે મહા અકલ્યાણ જ થાય છે. અસદ્ગુરુ પ્રત્યે વિનય કરવો તે મિથ્યા માર્ગને ઉત્તેજન આપવા સમાન જાણી તે તેને ત્યજે છે. ‘શ્રી ગચ્છાચાર પયન્ના'માં કહ્યું છે કે અગીતાર્થ કુશીલના સંગને હું ત્રિવિધે છોડું છું. માર્ગમાં મળતા ચોરની જેમ મોક્ષમાર્ગમાં એ સંગ મને વિઘ્નરૂપ છે. તેમના સમાગમ અંગેના વિચારો કરવા તે માનસિક સંગ છે, તેમની સાથે આલાપસંલાપ આદિ કરવો તે વાચિક સંગ છે અને તેમની સામે જવું, આવે ત્યારે ઊભા થવું, પ્રણામ વગેરે કરવા એ કાયિક સંગ છે. આ ત્રિવિધ સંગ સર્વથા વર્જવા જોઈએ. શ્રીમદ્ કહે છે
પોતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદ્ગુરુને અસત્ જાણ્યા તો પછી તે તરત જ અસદ્ગુરુ વર્જીને સદ્ગુરુના ચરણમાં પડે; અર્થાત્ પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ.'
જીવે ઝેરના સંસર્ગથી જેટલા દૂર રહેવાની જરૂર છે, તેના કરતાં પણ વધારે અસદ્ગુરુથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે ઝેરનો સંસર્ગ જીવન હરી લે છે, જ્યારે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક ૫૯૫
'अदेवे देवबुद्धिः स्यादधर्मे धर्मधीरिह । अगुरौ गुरुबुद्धिर्या ख्याता देवादिमूढता । । '
૨- જુઓ : ‘શ્રી ગચ્છાચાર પયત્ના', ગાથા ૪૮
‘ગીયત્વસીòહિં, સંગતિવિદેળ વોર્િ। मुक्खमग्गरिसमे विग्धे, पहंमी तेणगे जहा ।।' ૩- શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૪ (ઉપદેશછાયા-૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org