Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૨૩
४४३ રુચિપૂર્વક શ્રવણ-વાંચન કરતો નહીં હોવાથી સ્વપુરુષાર્થમાં તેનું વીર્ય સ્ફરતું નથી. સ્વરૂપની વાત સાંભળતાં, વાંચતાં, ચિતવતાં, ભાવતાં તેને અંતરંગ ઉમંગ આવતો નથી. ત્રિકાળી સ્વભાવ તરફ તેને રુચિ જ થતી નથી. ઉપર ઉપરથી અનેક શાસ્ત્રો વાંચી, શાસ્ત્રોના પરમાર્થ સુધી પહોંચ્યા વિના જ તે પોતાને મહાન માની શાસ્ત્રપ્રરૂપણ કરવા બેસી જાય છે. પરંતુ મિથ્યાત્વનો અભાવ હોવાથી તેનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ રહે છે. જેમ વિષથી દૂષિત થયેલું સુંદર ભોજન પણ ભક્ષણ કરવા યોગ્ય રહેતું નથી, તેમ મતાથનું શાસ્ત્રજ્ઞાન પણ તેના અસત્પરિણામથી દૂષિત હોવાથી અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે. પરમ અમૃતરૂપ શાસ્ત્રબોધ પણ તે અસત્પરિણામવંત અનધિકારી મતાથી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે. તેથી તે ગમે તેટલો મોટો પંડિત હોય, ગમે તેવો આગમવેત્તા - આગમધર - શાસ્ત્રવિશારદ કહેવાતો હોય, વાકપટુ હોય; તોપણ તેનાં પરિણામ મલિન હોવાથી તે અજ્ઞાની જ છે. તેનો સર્વ બોધ અબોધરૂપ જ છે. આત્મજ્ઞાન શબ્દાડંબર કે બુદ્ધિવિલાસથી પ્રાપ્ત થતું નથી, તેને માટે સ્વરૂપજાગૃતિ જોઈએ. માત્ર શાસ્ત્રાભ્યાસથી જડ અને ચેતન વચ્ચેનો ભેદ સ્પષ્ટ થતો નથી, તે માટે નિરંતર ભેદજ્ઞાનના અભ્યાસની આવશ્યકતા રહે છે. સમસ્ત પરપદાર્થો ઉપરથી દષ્ટિ હટાવી લઈ, અંતર્મુખ બનીને પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્મામાં તન્મય થવાથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તેથી ક્ષયોપશમનો કેટલો ઉઘાડ છે તે મહત્ત્વનું નથી, પરંતુ પ્રગટેલી જ્ઞાનશક્તિને આત્મકેન્દ્રિત કરવાનો કેટલો પ્રયત્ન કરવામાં આવે છે તે મહત્ત્વનું છે.
આમ, આત્મલક્ષ વિના મતાથ ક્રિયા કરે કે શાસ્ત્ર-અભ્યાસ કરે, તોપણ તે સર્વ નિષ્ફળ છે. તપ કરો, સંયમ પાળો, સકળ શાસ્ત્રો વાંચો, પરંતુ જ્યાં સુધી આત્માનું ધ્યાવન થતું નથી ત્યાં સુધી મોક્ષ નથી થતો. કોઈ પણ કાર્યની સફળતા તેના લક્ષ્ય ઉપર આધારિત હોય છે. લક્ષ્યબિંદુ અનુસાર જ સિદ્ધિ મળે છે. પુરુષાર્થની યથાર્થતા માટે લક્ષ્યની સ્પષ્ટતા તથા તેનો નિર્ધાર થવો અત્યંત આવશ્યક છે. લક્ષ્યબિંદુના કારણે કાર્યપ્રણાલીમાં તથા કાર્યફળમાં આમૂલ પરિવર્તન આવે છે. મતાર્થીનું લક્ષ જ ખોટું હોવાથી તે આગળ વધી શકતો નથી, અટકી જાય છે. જ્યાં સુધી લક્ષ ખોટું હોય ત્યાં સુધી સત્ય માર્ગ ક્યાંથી સૂઝે? શુદ્ધાત્મસ્વરૂપ જ્યાં સુધી લક્ષગત ન થાય ત્યાં સુધી ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૭૭
'इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः ।
तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ।।' ૨- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આરાધનાસાર', ગાથા ૧૧૧
'अइ कुणउ तवं पालेउ संजमं पढउ सयलसत्थाई । जाम ण झावइ अप्पा ताम ण मोक्खो जिणो भणइ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org