________________
ગાથા-૨૩
૪૪૫ પરમાત્મપદ પ્રગટે છે. આમ, જે ભવ્ય જીવ સ્વભાવને જાણીને ભાવે છે, તે જરામરણનો વિનાશ કરી પ્રગટ નિર્વાણને પામે છે."
આમ, જેને નિજાત્માની સહજ શાંત દશાની અભિલાષા છે એવા આત્માર્થી જીવને આત્મલક્ષ બંધાયો હોવાથી તેને આત્માની વાતમાં ઉમંગ આવે છે, તેનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે; પરંતુ જે આત્માથી નથી તેવા જીવન પરની વાત આવે ત્યાં ઉત્સાહ રહે છે, પરંતુ સ્વની વાતમાં કંટાળો આવે છે. ક્વચિત્ કંટાળો ન આવે તોપણ જ્ઞાનીના બોધમાં, સ્વરૂપની વાતમાં તેને અપૂર્વતા લાગતી નથી. આત્માર્થિતાના અભાવમાં નિજાક્ષાદિનો આગ્રહ અને પ્રમાદવાળી વૃત્તિના કારણે જ્ઞાનીની વાત સાંભળવા છતાં પ્રયોગાત્મક અભ્યાસમાં તેને ઉત્સાહ વર્તતો નથી. આત્મસ્વરૂપની વાતમાં મારી વાત, મારા સુખની વાત, મારી સમૃદ્ધિની વાત' એમ ભાસતું ન હોવાથી મતાથને યથાર્થ પુરુષાર્થ ઊપડતો નથી. તેને તો ગમે તે પ્રકારે પોતે માની લીધેલો મત જ સિદ્ધ કરવાનું પ્રયોજન હોવાથી આત્મલક્ષ થતો નથી અને તેથી કાર્યસિદ્ધિ થતી નથી. તેને પોતાના મતનો જ અભિનિવેશ - આગ્રહ હોય છે. તેનામાં વિશાળ અને કાંતદષ્ટિનો અભાવ હોય છે અને સાંકડી એકાંતદષ્ટિનો સ્વીકાર હોય છે. તે મત અને માનનો જ ગ્રાહક હોય છે. તેને આત્મકલ્યાણની રુચિ, આત્મહિતની દરકાર જ ન હોવાથી આત્મલક્ષ થતો નથી.
આવા મતાર્થી જીવનાં લક્ષણો અપક્ષપાતપણે કહેવાનું શ્રીમદ્ પ્રસ્તુત ગાથામાં નિર્દેશન કરે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં શ્રીમદે જણાવ્યું છે કે ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનીપણું જ્યાં સુધી હોય છે, ત્યાં સુધી જીવને આત્માનું લક્ષ થતું નથી. પૂર્વની ગાથાઓમાં ગર્ભિતપણે મતાથનાં લક્ષણો બતાવી હવે શ્રીમદ્ પ્રગટપણે અને નિષ્પક્ષપાતપણે મતાર્થીનાં લક્ષણો કહેશે. આ લક્ષણો બતાવવાનો હેતુ સ્પષ્ટ કરતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે -
‘આ બતાવવાનો હેતુ એ છે કે જીવ પોતે પોતાના ભાવોને તપાસી વિરાધનાના માર્ગે હોય તો તેનાં માઠાં પરિણામોને વિચારી આરાધનાના માર્ગે વળે. પાપાચાર છોડી, સદાચારનો રાહ અપનાવે. જ્ઞાની પુરુષો વિરાધક જીવોનું વર્ણન કરી તેમની નિંદા કરવા નથી માગતા, વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માગે છે.”
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘ભાવપાહુડ', ગાથા ૬૧
'जो जीवो भावंतो जीवसहाव सुभावसंजुत्तो ।
सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं ।।' ૨- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૧, પૃ.૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org