________________
ગાથા - ૨૪
... અનાદિ કાળથી ઘોર મિથ્યાત્વવશ કરેલ સંસારપરિભ્રમણ દરમ્યાન જીવ ભૂમિકા
"] અનંત દુઃખ પામતો રહ્યો છે. ચતુર્ગતિના નિબિડ અંધકારમાં ધર્મના યથાર્થ સ્વરૂપ વિષે તે અજાણ જ રહ્યો છે. પુણ્યોદયના કારણે ક્યારેક તેને ધર્મ વિષે કંઈક જાણવા મળ્યું, તોપણ અનાદિના કુસંસ્કારના કારણે તેને સાચા આત્મધર્મનું માહાભ્ય સમજાયું નહીં. એ હતભાગી જીવે - ચંદ્રને બદલે, ચંદ્રનો નિર્દેશ કરનાર આંગળીને જોયા કરનારની જેમ - અત્યંતર ધર્મના કારણરૂપ એવા બાહ્ય ધર્મને જ સર્વસ્વ માની રહી લીધો. કાં તો આત્મસ્વરૂપમાં સ્થિતિ થવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીપુરુષોએ જે બાહ્ય સાધનોનો આશ્રય દર્શાવ્યો છે, તેને જ પૂર્ણ મોક્ષમાર્ગ સમજી તે જીવ ક્રિયાજડ બની બેઠો; કાં તો આત્મસ્વરૂપને સમજાવનારાં શાસ્ત્રોની જાણકારીને આત્મજ્ઞાન માની લઈ તે જીવ શુષ્કજ્ઞાની થઈ ગયો. આમ, ધર્મના સ્વરૂપ વિષે કંઈક જાણવા મળ્યું છતાં મોક્ષના ઉપાય અંગેની વિપરીતતાના કારણે તેના ભવચક્રનો એક પણ આંટો ટળ્યો નહીં. આત્મકલ્યાણનો ઉપાય યોજતાં યોજતાં દિશાવિહીન થઈ, માર્ગશ્રુત થઈ જનારા આવા અભાગી જીવનાં લક્ષણો શ્રીમદ્ હવે વર્ણવે છે. પ્રથમ ૨૩ ગાથામાં મંગલાચરણ, ગ્રંથરચનાનો હેતુ, ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાની જીવોનાં સામાન્ય લક્ષણો, સદ્ગુરુનાં લક્ષણો, તેમની આવશ્યકતા, તેમનું માહાત્મ અને ઉપકાર, તેમની વિનયોપાસના વગેરેની સમજણ આપ્યા પછી ગાથા ૨૩માં કરેલ નિર્દેશ અનુસાર શ્રીમદ્ ગાથા ૨૪ થી ૩૩ સુધીની દસ ગાથાઓમાં નિષ્પક્ષપણે મતાર્થી જીવનાં લક્ષણો બતાવે છે.
બાહ્ય દૃષ્ટિથી જોવામાં આવે તો મતાર્થી અને આત્માર્થી બને ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોવાથી બન્ને સરખા લાગે છે, પરંતુ બન્નેનાં લક્ષણો દ્વારા તેમની ભિન્નતાનો બોધ થતાં તેઓ બન્ને સ્પષ્ટપણે જુદા જણાય છે. અત્રે શ્રીમદે પ્રથમ મતાર્થીનાં લક્ષણોનું નિરૂપણ કર્યું છે. લક્ષ્યને ઓળખાવે તેનું નામ લક્ષણ. જાણવા યોગ્ય તે લક્ષ્ય, તેને ઓળખાવનાર એ તેનું લક્ષણ. અત્રે જાણવા યોગ્ય મતાથ છે અને તેને ઓળખાવનાર તે મતાર્થીનું લક્ષણ છે. જે માત્ર મતાથમાં હોય, વળી સર્વ પ્રકારના મતાર્થીઓમાં હોય તથા તેની સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન હોય, તે વિશિષ્ટ લક્ષણથી જ મતાથ લક્ષિત હોય છે. આરહ એ મતાથને ઓળખાવનાર લક્ષણ છે. આગ્રહ માત્ર મતાથમાં જ વિદ્યમાન હોય છે. આત્માર્થી જીવોમાં તેનો સર્વ કાળે સર્વથા અભાવ હોય છે. ક્રિયાજડ કે શુષ્કજ્ઞાની - સર્વ મતાર્થીઓમાં અને તેમની સર્વ અવસ્થાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org