________________
ગાથા-૨૩
૪૪૧
ચિત્ત તૃષ્ણાથી ખરડાયેલું હોવાથી ધર્મપ્રવૃત્તિ હોવા છતાં તે પરમાર્થે નિષ્ફળ જાય છે. વળી, અનનુષ્ઠાનમાં મનનો ઉપયોગ અર્થાત્ આભોગ નથી હોતો, તેથી અનાભોગ કહેવાય છે. આમ, પ્રથમ ત્રણ પ્રકારના અનુષ્ઠાનો ધર્મનો માત્ર આભાસ જ જન્માવે છે, માટે તે વર્જ્ય ગણ્યાં છે અને તેને મોક્ષસાધન તરીકે સ્વીકારવામાં નથી આવ્યાં. તદ્વેતુ અને અમૃત અનુષ્ઠાન મોક્ષ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક થતાં હોવાથી તે મોક્ષસાધક છે. આહિતની ભાવના સહિત થતાં હોવાથી તે અનુષ્ઠાનો સાર્થક બને છે. આમ, અનુષ્ઠાન કરવામાત્રથી જ પરિપૂર્ણતા સધાતી નથી, પરંતુ આત્માર્થે કરવામાં આવે તો જ તે સાર્થક બને છે. પરંતુ મતાર્થી જીવને આત્મલક્ષ ન હોવાથી તે તો વિષ, ગરલ કે અનનુષ્ઠાનમાં જ રચ્યોપચ્યો રહે છે, તેવાં અનુષ્ઠાનોનો આગ્રહ કરે છે અને વળી પોતાને મોટો ધર્માત્મા માને-મનાવે છે.
મતાર્થી જીવનો આશય તો માન-પૂજા, ઐશ્વર્યાદિ મેળવવાનો હોય છે. માત્ર બાહ્ય ક્રિયા કે કોરા શાસ્ત્રવાંચનથી ધર્મ થઈ જશે એમ માની તે ચીલાચાલુ ઘરેડમાં ઘૂમ્યા કરે છે. તેને તો સંસાર લીલોછમ રાખવો હોય છે. તેને ભવદુઃખ લાગ્યું જ નથી. તેને સ્વરૂપપ્રાપ્તિની તમન્ના જાગી જ નથી. તેને આત્માની સાચી રુચિ જ પ્રગટી નહીં હોવાથી તેની ધર્મપ્રવૃત્તિથી તેના સંસારભ્રમણનો છેદ થતો નથી. તે જપ, તપ, જ્ઞાન, ધ્યાન વગેરે ક્રિયા કરે છે, પણ તેના મનમાં સંસારવાસના હોય છે. તે માનાદિની જાળમાં એવો ગૂંથાયેલો રહે છે કે તેને આત્મલક્ષ થતો જ નથી. જો તે સ્વરૂપલક્ષે ધર્મપ્રવૃત્તિ કરે તો તેનું સંસારભ્રમણ અવશ્ય તૂટે, પણ તેને સ્વરૂપની રુચિ જ નથી હોતી. શ્રીમદ્ પ્રકાશે છે
‘સૂત્રો, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તો સફળ છે; નહીં તો નિષ્ફળ છે; જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહીં.'ર
મતા જીવ ભાવાવેશમાં આવીને, કોઈ પ્રસંગથી દોરવાઈને, સાધુઓના સ્થૂળ પરિચયથી પ્રેરાઈને કે દેખાદેખીમાં ધર્મપ્રવૃત્તિ આદરે છે, પણ તે ધર્મપ્રવૃત્તિનું લક્ષ શું છે? તે ધર્મપ્રવૃત્તિ કેવી રીતે કરવામાં આવે તો ફળદાયી થાય? ધર્મ શું છે? ધર્મનું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સૂત્રપાહુડ', ગાથા ૧૫
Jain Education International
'अह पुण अप्पा णिच्छदि धम्माई करेइ णिरव सेसाई । तह वि ण पावदि सिद्धिं संसारत्थो
મળિયો ।।'
૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org