________________
ગાથા-૨૨
૪૨૭ સુધારો. તો તે કહે છે કે “અમે જે સ્વીકાર્યું છે તે દેશ-કાળને અનુસરીને ઠીક જ છે.' આમ, પોતાના શિથિલાચારને પોષવા તે ખોટા આલંબનનો આશ્રય લે છે. તે શાસ્ત્રોનાં દૃષ્ટાંતો આપી, “અમે પણ તે જ ન્યાયે ધર્મારાધન કરી-કરાવી રહ્યા છીએ, આથી અમારા સંબંધી કોઈએ પણ સંદેહ કરવો નહીં' એમ કહે છે. જેમ કે –
(i) પોતે લાવેલ ગોચરીમાં તૃપ્તિ નહીં અનુભવતા હોવાથી અને ગોચરી લાવવાના કાર્યથી થાકેલા હોવાથી, સાધુઓ સાધ્વીએ લાવેલ ગોચરીમાં ગૃદ્ધ બને છે અને તેઓ સ્વબચાવમાં કહે છે કે અમે શ્રી અનિકાપુત્રના માર્ગને જ અનુસરીએ છીએ. તેઓ શ્રી અનિકાપુત્ર આચાર્યનું એકદેશીય દષ્ટાંત બતાવીને પોતાના પાખંડને પોષે છે અને ‘મહીનનો ચેન તિ: સ પન્ચા:' - એવો ન્યાય બતાવી પોતાને જિનાજ્ઞાના આરાધક બતાવે છે અને વળી તે પ્રવૃત્તિ દ્વારા તેઓ વિનય કરનારનું - ગોચરી લાવી આપનારનું હિત કરે છે એમ ગૌરવ અનુભવે છે. પરંતુ શ્રી અનિકાપુત્ર આચાર્યને નામે ‘સાધ્વીનો લાવેલ પિંડ વાપરવામાં વાંધો નથી' એવું કહેનારા એ નથી જાણતા કે તે આચાર્ય તો વયોવૃદ્ધ હતા, તેમનું શારીરિક બળ ક્ષીણ થઈ ગયું હતું, દુષ્કાળના કારણે શિષ્યવર્ગ તેમની પાસે ન હતો, આથી ગુણોથી યુક્ત અને પરિચિત સાધ્વી દ્વારા લેવાયેલ ગોચરીને તેમણે વિધિપૂર્વક લીધી હતી. આવા મહાન આત્માઓના વર્તનનો દાખલો લઈ તેનું અનુકરણ કરવું અને તેને માર્ગરૂપે સ્થાપવો તે જિનાજ્ઞાનો ભંગ કરવા બરાબર છે.
(ii) રસગારવ, રિદ્ધિગારવ અને શાતાગારમાં વૃદ્ધ બનેલા કેટલાક મતાર્થીઓ પોતાની રસવૃત્તિને પોષવા અણાહારી પદની આરાધનાનો ઢોંગ કરી વિગઇઓનું સેવન કરે છે અને તેમ કરવામાં કાંઈ વાંધો નથી એમ સાબિત કરવાનો પ્રયત્ન કરતા રહે છે. પોતાની આહારની લોલુપતા છતી ન થઈ જાય તે માટે શાસ્ત્રોનાં હિતવચનોની પૂર્ણપણે ઉપેક્ષા કરે છે, એટલું જ નહીં પણ શાસ્ત્રના સૂરોથી જુદો જ સૂર કાઢી શાસ્ત્રના સૂરોને બેસૂરા કરવાનો પ્રયાસ કરતાં પણ તેઓ અચકાતા નથી. તેમને માટે જિનાજ્ઞાનો ભંગ કરવો એ રમતની વાત છે. તેઓ ‘અનિવાર્ય કારણ આવી પડે ત્યારે જ વિગઈ લેવી અને તે પણ ગુર્નાદિની આજ્ઞા મેળવીને; તથા ગુરુ જે વિગઇને જેટલા પ્રમાણમાં, જેટલા દિવસ સુધી લેવાની રજા આપે તે વિગઈને તેટલા પ્રમાણમાં, તેટલા દિવસ સુધી જ લેવી' એવી આત્મહિતકર મર્યાદાઓનું ઉલ્લંઘન કરી, આહારની આસક્તિના ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી પર,૫૩
આર્ય અગ્નિઅપુર અજ્જા, લાભથી લાગા; કહે નિજલાલે અતૃપ્તા, ગોચરી ભાગા. ન જાણે ગતશિષ્ય અવમે, થિવિર બળહીણો; સુગુણપરિચિતસંયતિકૃત, પિંડવિધિ લીણો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org