________________
૪૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સુસ્ત છે. પેટમાં વાયુ રહે છે, શરીર તૂટે છે. તાજગીનો તો અનુભવ જ નથી થતો, પછી સ્વાધ્યાય, વૈયાવચ્ચ અને તપ કેવી રીતે કરવાં?' આવા અનેક પ્રકારના ઉદ્ગારો મતાથ(અસદ્દગુરુ)ના મુખે સાંભળવા મળે છે. પોતાની શિથિલતા છુપાવવા મતાર્થી જીવ આવી રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિનું અવલંબન લે છે અને તેના કારણે તે સંસારસાગરમાં ડૂબી મરે છે. મિથ્યા આલંબનનો આશ્રય કરવાથી તે ધર્મથી પતિત થઈ દુઃખમય સંસારમાં ભટક્યા કરે છે.
મુમુક્ષુ જીવ કળિકાળ આદિને દોષ ન આપતાં પૂર્ણ પુરુષાર્થ વડે પોતાનું કાર્ય સાધી લેવાનો પ્રયત્ન કરે છે. તેની વિચારધારા પુરુષાર્થપ્રેરક હોય છે. જો આ કાળમાં ધર્મ ન થતો હોત તો ભગવાનનું શાસન જ શી રીતે ચાલત? ભગવાનનો ધર્મ પાંચમા આરાના અંત સુધી રહેવાનો છે. એનો અર્થ જ એ છે કે આ કાળમાં પણ ધર્મ થઈ શકે છે. જો પ્રમાદનો ત્યાગ કરીને ઉદ્યમવંત બનીએ તો પાંચમા આરામાં પણ આત્મહિત સધાય છે.' જે જે સંયોગો મળે, જે જે સામગ્રી મળે, જે જે સ્થિતિ સર્જાય, તે તે વખતે તેની દૃષ્ટિ ઉચ્ચ આલંબનો પ્રત્યે જ જોડાયેલી હોય છે. તે વિચારે છે કે ‘પૂર્વના મહાપુરુષો વિપરીત સંયોગોમાં પણ ઉત્સર્ગ માર્ગથી ચલિત ન થયા અને માર્ગમાં સ્થિર રહેવાનો કેવો અદ્ભુત પુરુષાર્થ કર્યો! કેવી કેવી પીડાઓ વેઠીને માર્ગ અનુસાર જીવન જીવ્યા અને માર્ગને યથાર્થ સ્વરૂપમાં જ વહેતો રાખ્યો! જો આવેલી આપત્તિને હું સહન કરી લઉં અને નીચા આલંબનનો આશ્રય ન લઉં તો મને શું નુકસાન થવાનું છે? દેહની પીડા એ મારી પીડા નથી, દેહનું નુકસાન એ મારું નુકસાન નથી, કારણ કે દેહ જ મારો નથી. મહાપુરુષોએ કેવી રીતે દેહનો નાશ વહોરીને પણ આત્મસાધના કરી છે!' ઇત્યાદિ પ્રકારે આસક્તિને અશક્ત કરે છે અને પ્રમાદને પાંગળો કરે છે. આમ, દરેક પ્રસંગ એની ઉન્નતિનું કારણ બને છે. પરંતુ મતાર્થી જીવ પોતાના દોષ ઢાંકી, શિથિલાચારી બની પોતાની અધોગતિ નોતરે છે. મતાર્થી ખોટાં બહાનાં કાઢી ભોળા-અજ્ઞાની જીવોની આંખમાં ધૂળ નાખે છે. તેઓ ગુરુ તરીકેનાં માન-કીર્તિ મેળવવા માટે પોતાના આત્મહિતનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ કહે છે કે જે કોઈ ઐહિક લાભ કે કીર્તિના કારણે શિવસંગ છોડી દે છે તે મુનિઓ લોઢાના ખીલાને મેળવવા માટે દેવાલય તથા દેવને બાળે છે.૧ વિનયાદિના અધિકારી ન હોવા છતાં તેઓ શિષ્યો પાસે વિનયાદિ કરાવવા ઇચ્છે છે અને પોતાનું ઘોર અનર્થ કરે છે. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે ગુણ વિનાનો હોવા છતાં પણ લોકો તરફથી મળતાં વંદન, સ્તુતિ, આહાર-પાણી વગેરેથી ખુશ થઈને તે મેળવવા ઇચ્છા ૧- જુઓ : આચાર્યશ્રી યોગીદેવકુત, ‘પરમાત્મપ્રકાશ'. અધિકાર ૨. ગાથા ૯૨
'लाहहँ कित्तिहि कारणिण जे सिव-संगु चयति । खीला-लग्गिवि ते वि मुणि देउलु देउ डहति ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org