Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી દુર્ગતિમાં પડે છે અને ગાઢ કર્મબંધ કરી પોતાનો સંસાર વધારી મૂકે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે જે પોતે તો સમ્યકત્વથી ભ્રષ્ટ છે, છતાં બીજાને પોતાના પગે પડાવવા ઇચ્છે છે; તે લૂલા, મૂંગા થઈ જાય છે, અર્થાત્ એ કેન્દ્રિય સ્થાવર થઈ નિગોદ યોનિમાં જન્મ પામે છે તથા તેને બોધિની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય છે. વળી, જે પુરુષ દર્શનભષ્ટ એવા મિથ્યાદષ્ટિને જાણવા છતાં લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે છે, તેને પણ બોધિની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તે મિથ્યાત્વરૂપી પાપનું અનુમોદન કરે છે.'
આમ, માન અને મતનો કામી એવો મતાથ જીવ અવળી વિચારણા કરી ભવભ્રમણ વધારે છે અને મુમુક્ષુ જીવ સવળી વિચારણા કરી આત્મકલ્યાણ કરે છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે –
જેમ કૂવામાં પાણી મીઠું અને એક જ જાતનું છે; પણ તે કૂવાના એક થાળામાં કાળીજીરીની પોટલી નાખી હોય તો તે થાળામાંથી નીકળતું બધું પાણી કડવું જ આવે અને બીજા થાળામાં સાકરની પોટલી નાખી હોય તો બધુંય પાણી ગળ્યું – સાકરના સ્વાદવાળું આવે; એમ આત્મારૂપી કૂવામાં મીઠું પાણી ભર્યું છે, પણ જેના હૃદયરૂપી થાળામાં મિથ્યાત્વરૂપી કડવાશ, મતાર્થ, માનાર્થ અને સ્વચ્છંદ ભર્યા છે તે જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ આત્માની નિરાકુળ શાંતિ, અકષાયપણું, સહજ આનંદ - તેનો અંશ પણ તેને ન આવે. તેનું કારણ એ છે કે તેની શ્રદ્ધા અને વર્તન વિપરીતપણે પરિણમે છે.”૨
જે આત્માઓ મોક્ષાભિલાષી છે, અર્થાત્ જે પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છે છે, તેમને વિનયમાર્ગનું રહસ્ય સમજાય છે; પરંતુ જે પોતાના મતના જ આરહી છે, તેઓ “સાચું તે મારું' એ નીતિને બદલે પોતાનું માનેલું જે છે તેને જ સાચું માનવાનો અને મનાવવાનો આગ્રહ રાખે છે. આવા મતાર્થીઓ વિનયમાર્ગનો ઊંધો અર્થ તારવી, ઉન્માર્ગના સેવનથી ગાઢ કર્મબંધ કરી, પોતાનો સંસાર વધારી મૂકે છે એમ આ ગાથાનો આશય છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘દર્શનપાહુડી, ગાથા ૧૨,૧૩
'जे दंसणेसु भट्टा पाए पाडंति दसणधराणं । ते होंति लल्लमूआ बोहि पुण दुल्लहा तेसिं ।। जे वि पडंति च तेसिं जाणंता लज्जागारवभयेण ।
तेसिं पि णत्थि बोहि पावं अणमोयमाणाणं ।।' ૨- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org