________________
૪૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
બચાવ નથી કરતો.
મતાર્થી દુષ્ટ આલંબનોનો આશ્રય કરે છે, પરંતુ મુમુક્ષુનાં પરિણામ સ્થિર હોય છે, તેની વૈરાગ્યધારા અખંડિત હોય છે, તેથી તે દુષ્ટ આલંબનોનો આશ્રય લેતો નથી. વિશ્વમાં દુષ્ટ અને પુષ્ટ એમ બન્ને પ્રકારનાં આલંબનો હોય છે, પરંતુ મુમુક્ષુને તો, “આ આલંબન દુષ્ટ છે કે પુષ્ટ?'ના વિવેકપૂર્વક કરેલા નિર્ણયના આધારે કરેલો દુષ્ટ આલંબનનો ત્યાગ અને પુષ્ટ આલંબનનો આશ્રય ઉપકારક નીવડે છે. તેથી મુમુક્ષુ પોતાની નબળાઈને ખંખેરી, સિદ્ધિનાં સોપાન સર કરવા ઉપલબ્ધ પ્રત્યેક આલંબનને આત્મસાધનામાં સહાયક બનાવવા પ્રયત્ન કરે છે. કોઈ પણ આલંબનનો આશ્રય લઈને આત્મા નબળો ન બને અને સાધનાના માર્ગમાં વિક્ષેપ ન પડે તેની તે પૂરેપૂરી કાળજી રાખે છે. આવા આત્મહિતકારી પુરુષાર્થથી મુમુક્ષુ જીવ પોતાનાં કર્મોને ખપાવે છે અને સમ્યકત્વ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે.
(૩) આમ, જે જીવ મુમુક્ષુ છે તે વિનયમાર્ગનો વિચાર સમજી શકે છે, પરંતુ જે જીવ મતાર્થી છે તેને વિનયમાર્ગનો સત્ય ઉપદેશ મળવા છતાં તે અવળો નિર્ધાર કરે છે. તેને માનની એટલી બધી ભૂખ હોય છે કે તે વિનયમાર્ગનો દુરુપયોગ કરવા તરફ જ ઘસડાય છે. ગુરુ તરીકેની ગુણસંપત્તિથી રહિત હોવા છતાં અને અજ્ઞાનમાં અથડાતો હોવા છતાં વેષ અને વિદ્વત્તાના કારણે મળતા વિનયનો તે લાભ લે છે. તે પોતાનું જીવન શાસ્ત્રથી નિરપેક્ષ થઈને જીવે છે અને પોતાના અહં-મમને પોષે છે. પોતાના શાસ્ત્રવિરુદ્ધ જીવનનો બચાવ કરવા શાસ્ત્રના ખોટા અર્થો સમજાવી વિપરીત પ્રરૂપણા કરે છે. પોતાની શાસ્ત્રવિરુદ્ધ આચરણા હોવા છતાં પોતે ખૂબ મોટો ધર્મી છે તેવો દેખાવ કરવા તે જ્ઞાની પુરુષો સાથે સ્પર્ધામાં ઊતરે છે. તેમનું નીચું દેખાડવા અને પોતાનું સારું દેખાડવા તે જગત સમક્ષ સગુણીને નિર્ગુણી તરીકે અને પોતે નિર્ગુણી હોવા છતાં પોતાને સગુણી તરીકે દર્શાવે છે. તે સગુણીના ગુણને પણ દોષરૂપે જુએ છે. મિથ્યાત્વથી તેની મતિ હણાઈ ગઈ હોવાથી તેને જ્ઞાનીપુરુષો ઉપર ઉગ દ્વેષ-તિરસ્કાર થાય છે. લોકોને જ્ઞાની પુરુષોની દિશામાંથી પાછા વાળી પોતાના તરફ આકર્ષવા માટે તે પોતાની પ્રશંસા કરે છે અને જિનાજ્ઞાનું પાલન કરનારા મહાત્માઓની નિંદા કરે છે. તે સ્વપક્ષના સ્થાપન માટે શબ્દ અને અર્થના છળ-કપટવાળા વાદથી લોકોને વિટંબણા પમાડે છે. લોકોમાં પણ પ્રાયઃ સૂક્ષ્મ વિવેકબુદ્ધિનો અભાવ હોવાથી તેની તરફ ખેંચાઈ જાય છે. આ રીતે મતાર્થી જીવ ભોળા લોકોને અંધ કરી ભુલાવામાં પાડી દે છે.
વળી, મતાર્થી જીવ વક્ર હોવાથી પોતાનાં દુષ્ટ આચરણોનો બચાવ કરે છે. તે પોતાના વિષયો અને કષાયોને છૂટો દોર આપે છે. તેને કોઈ સત્ય શિખામણ આપે કે આવું આચરણ કરતાં સંયમમાં બાધા આવે, માટે આત્મકલ્યાણ કરવા તમારું આચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org