________________
૪૨૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન છે. તે પાંચ પ્રકારના સાધુઓ આ પ્રમાણે છે – (i) પાર્થસ્થ – પાર્થસ્થ મુનિ ઇન્દ્રિયવિષયોથી પરાજિત થઈને ચારિત્રને તૃણ સમાન સમજે છે. (ii) કુશીલ – કુશીલ મુનિ ઇન્દ્રિયચોરોથી પીડિત થાય છે અને કષાયરૂપ શિકારી પ્રાણી દ્વારા ગ્રહણ થાય છે, ત્યારે તેઓ સાધુમાર્ગનો ત્યાગ કરી ઉન્માર્ગમાં પલાયન થાય છે. (iii) સંસક્ત – સંસક્ત સાધુઓ કોઈ અશુભ નિમિત્ત કે દુરાચારીનો યોગ મળતાં પોતે જ તેવા દુષ્ટ ભાવવાળા થઈ જાય તેવા શિથિલાચારી હોય છે. (iv) અવસગ્ન – જે સાધુ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે, અસંયત જનોની સેવા કરે છે, સુખશીલની પ્રવૃત્તિ કરે છે તે અવસન સાધુ છે. (v) મૃગચારિત્ર – જે મુનિ સ્વતંત્ર થઈને, સ્વેચ્છાચારી બનીને આગમવિરુદ્ધ અને પૂર્વાચાર્ય-અકથિત આચારોની કલ્પના કરે છે તે મૃગચારિત્ર (સ્વચ્છંદી) મુનિ છે.
ઉપર્યુક્ત પાંચ પ્રકારના સાધુઓ ભ્રષ્ટ સાધુઓ છે અને પોતાને સગુરુ તરીકે મનાવી અન્યથા પ્રવર્તતા હોવાથી તેઓ પોતે જ દંડને યોગ્ય છે, તો તેઓ વંદનાદિને યોગ્ય તો કેવી રીતે હોઈ શકે? અસદ્ગુરુઓનો વિનય ન કરવાથી તેમનો અનાદર થતો નથી. અસદ્ગુરુનો વિનય ન કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. હેય, શેય અને ઉપાદેય તત્ત્વો પ્રથમ બરાબર સમજીને હેયને છાંડી, ઉપાદેયને આચરવું એ તો મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. મુમુક્ષુ અસદ્દગુરુનો ત્યાગ કરે છે, પરંતુ તેને તેમના પ્રત્યે તિરસ્કારભાવ હોતો નથી. તે તેમની નિંદા કરતો નથી. તેમને દુર્ગતિમાં પતન કરાવનાર મોહનીય વગેરે અશુભ કર્મોનો ઉદય વર્તી રહ્યો છે એમ વિચારી એવા નિર્ગુણી પ્રત્યે તે કરુણાભાવના રાખે છે. તે પોતાની મુમુક્ષુતા જળવાઈ રહે તે અર્થે તેમના સંસર્ગથી દૂર રહે છે, પણ દ્વેષ-ભાવ નથી રાખતો.
આમ, મુમુક્ષુ જીવ સદ્ગુરુનો વિનય કરે છે અને અસગુરુનો ત્યાગ કરે છે. અનંત કાળનાં જન્મ-મરણના પરિભ્રમણથી થાક લાગ્યો છે એવો વિવેકી, વિચારવાન ૧- જુઓ : (૧) આચાર્યશ્રી વટ્ટકેરજીકૃત, મૂલાચાર', ગાથા પ૯૫
'पासत्थो य कुसीलो संसत्तोसण्ण मिगचरित्तो य ।
दंसणणाणचरित्ते अणिउत्ता मंदसवेगा ।।' (૨) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, પંચવસ્તુ', શ્લોક ૭૩૦
'वज्जिज्ज य संसग्गं पासत्थाईहिं पावमित्तेहिं । कुज्जा य अप्पमत्तो सुद्धचरित्तेहिं धीरेहिं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org