________________
ગાથા - ૨૨
ગાથા ૨૧માં કહ્યું કે માન-પૂજાદિ ભાવથી પ્રેરાઈને કોઈ અસદ્દગુરુ વિનયભૂમિકા
માર્ગનો લાભ લે, અર્થાત્ શિષ્યાદિ પાસે વિનયાદિ કરાવવાની ઇચ્છાથી કોઈ પણ અસગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તેઓ મહામોહનીય કર્મ ઉપાર્જન કરી સંસારસમુદ્રમાં ડૂબે છે.
આમ, ગાથા ૨૧માં પ્રગટપણે અસદ્ગુરુને અને અપ્રગટપણે શિષ્યને ચેતવણી આપી છે કે અજ્ઞાની હોવા છતાં પોતાનાં સગુરુપણું સ્થાપે એવા અસદ્દગુરુ પાસેથી કોઈ જીવ માર્ગ પામવાની આશા રાખે તો તે મતાથની ગણનામાં આવે છે. આ જ વાત સ્પષ્ટ કરતાં શ્રીમદ્ હવે આ ગાથા ૨૨માં કહે છે – ગાથા ‘હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર;
હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર.' (૨૨) - જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે અર્થ મતાથી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્દગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. (૨૨)
- પૂર્વોક્ત ગાથાઓમાં બતાવેલા વિનયમાર્ગનો મૂળ હેતુ કોણ યથાર્થપણે ભાવાર્થ સમજે અને કોણ ઊંધો સમજે એ વાત આ ગાળામાં સ્પષ્ટ કરવામાં આવી છે. શ્રીમદે અહીં મુખ્ય ચાર મુદાઓ આ પ્રમાણે ગૂંથેલા હોવાનું જણાય છે – મુમુક્ષુ જીવ (૧) વિનયમાર્ગનું અલૌકિક માહાભ્ય અંતરમાં સમજતો હોવાથી મુમુક્ષુ જીવ પરીક્ષાપ્રધાની થઈ, સદ્ગુરુ અને નામગુરુના ભેદપૂર્વક વિનયમાર્ગની આરાધનામાં આગળ વધે છે. અસગુરુઓના આદેશ-ઉપદેશને ‘તત્તવાણી' કહી, તેમનાં વિનય-વૈયાવચ્ચ કરવામાં આત્માર્થ સધાતો નથી - આ તથ્ય મુમુક્ષુને લક્ષગત હોવાથી તે અસદ્દગુરુને તજીને, તેમની મોહાવેશયુક્ત વૃત્તિ-પ્રવૃત્તિને પોતા તરફથી પોષણ-સમર્થન ન મળી જાય એની તકેદારી રાખીને, તે આત્મજ્ઞાની સગુરુની વિનયભક્તિમાં પ્રવર્તે છે. (૨) કોઈ જીવે અજ્ઞાનાવસ્થામાં સાધુવેષ લીધો હોય અને તે પછી તેને કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org