________________
૪૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
કોઈ તેમને મદદ કરશે નહીં, કોઈ તેમને આધાર આપવા શક્તિમાન થશે નહીં. તેઓ ધર્મનો દુરુપયોગ કરી, તરવાના સાધનને જ ડુબાડવાના સાધનમાં ફેરવી નાખે છે. આ પ્રકારે અહંકાર આદિથી પ્રેરાઈને અસદ્ગુરુ અનેક અયોગ્ય આચરણો કરી બેસે છે, જેના કારણે તેઓ મહામોહનીય કર્મથી ભવસમુદ્રમાં ડૂબે છે અને સમકિતની પ્રાપ્તિ તેમના માટે ખૂબ ખૂબ દુર્લભ બની જાય છે. શ્રીમદ્ કહે છે –
‘(૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી “ઠાણાંગસૂત્રમાં કહ્યું છે.'
અસદ્ગુરુમાં આત્મગુણ ન હોવાથી તેઓ પોતાની સાથે પોતાના આશ્રિતોને પણ ડુબાડે છે. આત્મજ્ઞાનાદિ લક્ષણ વિના જેઓ માત્ર ઓઘદૃષ્ટિ, ગચ્છમતની કદાપ્રહવૃત્તિ, માન-પૂજાની લાલસા કે શિષ્યાદિની મૂર્છાના કારણે ધર્મગુરુનું બિરુદ ધારણ કરે છે તેવા આત્મગુણહીન પોતે જ ભવસમુદ્ર તરી શકતા નથી તો બીજાને તારે કેવી રીતે? પોતે દરિદ્ર હોય તે બીજાને શ્રીમંત કેવી રીતે બનાવી શકે? તેઓ તો લક્ષ વિનાની બાહ્ય ક્રિયાઓમાં કે શાસ્ત્રભણતરમાં જ ધર્મ મનાવીને, ધર્મ અને કલ્યાણનાં બહાનાં નીચે શિષ્યોની સંખ્યા વધારવાના વ્યામોહમાં મુગ્ધ બનીને, પોતાના સ્વાર્થ માટે પ્રપંચજાળ પાથરીને પોતાના શિષ્યોને મનફાવે એમ દોરે છે અને તેમના વિનયનો અનુચિત લાભ લે છે. અસદ્દગુરુની વાજાળમાં સપડાયેલા શિષ્યો પણ દૃષ્ટિમોહથી ઉન્માર્ગને સત્ય માગે સમજી પ્રવર્તે છે. અસદ્ગુરુના ફરમાનથી ધાર્મિક ગણાતાં ગમે તેટલાં ચરણો કર્યા હોય, પણ તેથી તેમનું મિથ્યાત્વ નષ્ટ થતું ન હોવાથી તે આચરણોનું કાંઈ પારમાર્થિક ફળ આવતું નથી. સદ્ગુરુના નામના અંચળા હેઠળ દુશ્ચરિત્ર સેવનારા અને કુમાર્ગ પ્રવર્તાવનારા મહાસંસારરસિક અસદ્દગુરુ પોતાના શિષ્યોને આત્મહિતકારી માર્ગદર્શન આપવાને બદલે સંસારમાં રખડાવે છે. કોટવાળ જ લૂંટારા થઈ પડે તેમ ધર્મગુરુના નામે અસદ્ગુરુ શિષ્યાદિનો મનુષ્યભવ લૂંટી લે છે. આમ, અસદ્ગુરુના કારણે પારાવાર અકલ્યાણ થાય છે. સર્પ વડે તો એક જ વખત મરણ થાય છે, પણ અસગુરુ અનંત મરણ આપે છે, અર્થાત્ અસદ્દગુરુ અનંત વાર જન્મ-મરણ કરાવે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૮ (ઉપદેશનોંધ-૩૬) ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૨, શ્લોક ૧૦
_ 'परिग्रहारम्भमग्नास्तारयेयुः कथं परान्? ।
स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ।।' ૩- જુઓ : શ્રી નેમિચંદ્ર ભંડારીરચિત, ‘ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા', ગાથા ૩૭
'सप्पो इक्कं मरणं, कुगुरु अणंताई देइ मरणाई । तो वर सप्पं गहिअं, मा कुरु कुगुरु सेवणं भद्द ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org