________________
૨૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
જ આશ્રય વડે રાગનો ક્ષય કર્યો છે. જે સ્વભાવસામર્થ્યના અવલંબન વડે તેમણે પરમ પદ પ્રાપ્ત કર્યું છે, તેવું જ સ્વભાવસામર્થ્ય સર્વ જીવમાં છે. તે સ્વભાવનું શ્રદ્ધાન-જ્ઞાન કરવાથી તથા તેમાં સ્થિરતા કરવાથી પૂર્ણસુખમય દશા પ્રગટે છે. શ્રી જિનનું યથાતથ્ય સ્વરૂપ શ્રી સદ્ગુરુ પરમ ઉપકાર કરી સમજાવે છે. તે સમજાતાં શ્રી જિનનું અલૌકિક માહાત્મ્ય પ્રગટે છે, તેમના પ્રત્યે નિર્મળ ભક્તિભાવ સ્ફુરે છે, તેમાં જ તલ્લીનતા થાય છે અને તેથી મિથ્યાત્વાદિ દોષો નાશ પામી, અનુક્રમે પૂર્ણ શુદ્ધ એવી જિનદશા પ્રાપ્ત થાય છે.
આમ, સદ્ગુરુ દ્વારા શુદ્ધાત્મરૂપ એવા જિનનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. અહીં ‘સમજાય' એટલે શ્રી જિનનું સ્વરૂપ યથાતથ્ય જાણવું, તેમની અપૂર્વતા લક્ષમાં આવવી અને તેમના તરફ કલ્યાણકારી ભક્તિ પ્રગટવી. તેમનું સ્વરૂપ યથાર્થ રીતે સમજ્યા વિના, ફક્ત ઓઘસંજ્ઞાથી તેમની ઉપાસના કરવાથી પ્રયોજન સિદ્ધ થતું નથી. જિનનું અંતરંગ સ્વરૂપ સમજ્યા વિના યથાર્થ લાભ થતો નથી. સદ્ગુરુના ઉપદેશ વિના પોતાની મતિકલ્પનાએ જિનનું સ્વરૂપ ધારી લેવાથી નિજકાર્ય સધાતું નથી, માટે જેમણે શ્રી જિનના બોધનો આશ્રય લઈ, તેને પોતાને વિષે પરિણમાવ્યો છે એવા પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા તે શુદ્ધ સ્વરૂપ યથાર્થપણે સમજવા યોગ્ય છે. શ્રી જિનનું સત્ય સ્વરૂપ સમજાયાથી નિજાત્માની પ્રીતિ-પ્રતીતિ પ્રગટે છે. જેમ જેમ સ્વરૂપસન્મુખતા સધાતી જાય છે, તેમ તેમ પરિણતિ નિર્મળ બનતી જાય છે અને અનુક્રમે સર્વ રાગાદિ વિકારો નાશ પામી આત્મા જિનસ્વરૂપ બને છે. આમ, જિનસ્વરૂપનો લક્ષ કરાવવારૂપ પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ ઉપકાર હૃદયમાં ભાસવાથી શ્રીમદે પ્રત્યક્ષ સદ્ગુરુનું અદ્ભુત માહાત્મ્ય ઠેર ઠેર ગાયું છે.
સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરાવનારા રાગ, દ્વેષ, અજ્ઞાન
વિશેષાર્થ આદિ અંતરંગ શત્રુઓને જીતીને જે આત્મા પરમ ઐશ્વર્યપદે યુક્ત થઈ, પરમાત્મપદે વિરાજમાન થાય છે તેઓ જિન છે.૧ તેમણે રાગાદિનો નિઃશેષ ક્ષય કરી, તે ક્ષય કરવામાં વિસ્મયજનક આત્મવીર્ય પ્રગટાવી, સહજ, સ્વાધીન, નિરાલંબી, અનંત, અવ્યાબાધ, સદાકાળ ટકે એવું, સર્વોત્તમ, અવર્ણનીય સુખ પ્રગટાવી ત્રિવિધ તાપનો લય કર્યો છે; તેથી તેઓ પરમસુખી છે, પરમસંતોષી છે, અનંત ઐશ્વર્યના ધણી એવા શુદ્ધચૈતન્યસ્વામી છે. એ શુદ્ધ ચિત્તૂપના એકેક પ્રદેશથી નિરંતર નિર્વહતી સુખામૃતની અખંડરસધારાનો તેઓ સમયે સમયે અનુભવ કરે છે.
૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘નિયમસાર'ની શ્રી પદ્મપ્રભમલધારિદેવકૃત ટીકા, જીવ અધિકાર, ગાથા ૧
'अनेकजन्माटवीप्रापणहेतून् समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org