Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૭
૩૫૫ સંબંધી ઇચ્છાઓની આહુતિ અર્પાય છે. ગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા પ્રગટતાં તેમની કલ્યાણકારી આજ્ઞા ઉપાસવાનાં પરિણામ જાગે છે. જેમ વહાણનો કપ્તાન લંગર નાખવા માટે જ્યારે તેને ઉઠાવે છે ત્યારે વહાણને પહોંચવાનું બંદર નજીક આવી ગયું હોય છે. કિનારો દેખાય કે ન દેખાય, પણ લંગર ઉઠાવે ત્યારે સમજવું કે હવે કિનારો આવવાનો
છે. તેમ “મારે સદ્ગુરુની આજ્ઞા અનુસાર જ જીવવું છે, જે કંઈ મારે કરવું છે તે મારા • આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે' એવો નિશ્ચય થાય તેનો મોક્ષ દૂર નથી.
સદ્દગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાનાં પરિણામ જાગતાં, પૂર્વે સ્વચ્છેદથી પોતાની મતિકલ્પનાએ જે વિપરીત અભિનિવેશી રહ્યા હતા અને પોતાના મતના આગ્રહો બાંધ્યા હતા, તે સઘળા હવે આત્માર્થી જીવ છોડી દે છે અને નિર્મળ ભાવે સદ્ગુરુના ચરણને વિષે મનનું સ્થાપન કરે છે. તે મન-વચન-કાયાથી અર્પણતા કરે છે. તેને ઉપદેશની રુચિ અને તેને અનુસરવાનો ભાવ જાગે છે. સદ્ગુરુ પ્રત્યે દઢ શ્રદ્ધા હોવાથી તેમનાં કહેલાં વચનો સર્વથા સત્ય લાગે છે અને આજ્ઞાનું પાલન સહજ બની જાય છે. જે આવી અટલ શ્રદ્ધા ધરાવે છે તેને સદ્ગુરુની શ્રદ્ધા-ભક્તિરૂપ સમકિતની પ્રાપ્તિ થઈ ચૂકી છે. શ્રીમદ્ કહે છે –
‘ભગવત તીર્થકરના નિર્ચથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે. જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.”
અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે સમકિતની પ્રાપ્તિ થઈ ગણાય છે, તો પછી સગુરુની શ્રદ્ધા-ભક્તિને સમકિત કેમ કહેવામાં આવ્યું છે? તેનો ઉત્તર એમ છે કે સદ્દગુરુની શ્રદ્ધા એ આત્માનુભવનું પ્રત્યક્ષ કારણ હોવાથી તેને પણ સમકિત કહેવામાં આવ્યું છે. તેથી જ શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મની, છ દ્રવ્યની - નવ તત્ત્વાદિની શ્રદ્ધાને પણ સમકિત કહ્યું છે.' ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૫૯૯ (પત્રાંક-૭૭૧) ૨- જુઓ : (૧) શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૩૧૭
‘णिज्जियदोसं देवं सवजिवाणं दयावरं धम्म ।
वज्जियगंथं च गुरूं जो मण्णदि सो हु सद्दिट्टी ।।' (૨) આચાર્યશ્રી વીરસેનજીકૃત, “ધવલા', પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૧, ગાથા ૯૬, પૃ.૧૫૩
ઇ--વ-વિદા સસ્થાનું નિવરવડદટાઈ | आणाए अहिगमेण व सहहणं होड सम्मत्तं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org