Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ભૂમિકા
ગાથા ૧૭માં કહ્યું કે સ્વચ્છંદ તથા પોતાની મતિકલ્પનાએ બંધાયેલા મતનો આગ્રહ ત્યજીને જે સદ્ગુરુની આજ્ઞાએ ચાલે, તેને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું હોવાથી, આજ્ઞાધીનપણે વર્તવાને સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ ગણીને શ્રી જિનદેવે સમકિત કહ્યું છે.
આ સમિતને અવરોધનારા એવા માનાદિ શત્રુઓના નાશનો સુલભ અને અમોઘ ઉપાય બતાવતાં હવે શ્રીમદ્ કહે છે
ગાથા
અર્થ
ગાથા - ૧૮
જાય. (૧૮)
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.' (૧૮)
માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં
Jain Education International
જે કષાયપરિણામથી અનંત સંસારનો સંબંધ થાય છે તે કષાયપરિણામને
ભાવાર્થ અનંતાનુબંધી કહે છે. અનંતાનુબંધી માનાદિ કષાયો સમ્યગ્દર્શનને રોકનારા હોવાથી તે મહાશત્રુ છે. મહાશત્રુ સમાન આ અનંતાનુબંધી ચતુષ્કમાં પણ માન સૌથી બળવાન શત્રુ હોવાથી તેની પ્રધાનતા બતાવવાં 'માનાદિક' એમ અત્રે કહ્યું. સ્વચ્છંદ એ માન કષાયનો પ્રકાર છે અને મનુષ્ય ગતિમાં તેનું બળવાનપણું હોય છે. મનુષ્ય જેટલી સહેલાઈથી અન્ય કષાયને છોડી શકે છે, તેટલી સહેલાઈથી માનને છોડી શકતો નથી. પરિણામે માન કષાયના કારણે માર્ગપ્રાપ્તિની યોગ્યતા અવરોધાય છે. ‘હું કંઈક છું', “મને બધી ખબર છે', “મારું જ સાચું છે' આવા ભાવો જીવમાં માન કષાયના કારણે આવે છે અને આ અભિપ્રાય પોતાની મેળે જ, પોતાની રીતે નક્કી કર્યો હોય તો તેને સ્વચ્છંદનો બળવાન સાથ મળ્યો છે એમ કહી શકાય. જીવમાં અહંકાર અને સ્વચ્છંદ એકઠા થાય છે ત્યારે તેની અસવૃત્તિઓ અને અસત્પ્રવૃત્તિઓ માઝા મૂકી દે છે. જીવ ત્યારે મદોન્મત્ત બની દોષોની પરંપરા ઊભી કરે છે અને તેથી જ માન કષાયને અહીં મુખ્ય અને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
આ અહંકાર તેમજ પૂજા-પ્રતિષ્ઠા-માન-સન્માન મેળવવાનો લોભ, મોટા દેખાવાની મનોવૃત્તિ આદિ મહાદોષોથી મુક્તિ પોતાની બુદ્ધિએ ચાલવાથી મળતી નથી, પરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org