________________
૩૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
બતાવે તે “અનુત્થિત કથા' આશાતના. (૩૦) ગુરુની શય્યા અને સંથારા વગેરેને પગ લગાડવો કે તેમની રજા વગર હાથ લગાડવાથી અને એ પ્રકારે કરવા છતાં દોષ ખમાવે નહીં તે ‘સંથારપારઘટ્ટન' આશાતના. ગુરુની જેમ ગુરુના ઉપકરણ પણ પૂજ્ય છે, તેથી શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુના ઉપકરણને પગ લગાડવો નહીં અને આજ્ઞા વિના સ્પર્શ કરવો નહીં; અને જો સ્પર્શ થઈ જાય તો શિષ્ય “મારા અપરાધને ક્ષમા કરો અને ફરી આવી ભૂલ નહીં કરું? એમ ક્ષમા માગવી જોઈએ. (૩૧) ગુરુની શયા, સંથારા, આસન વગેરે ઉપર ઊભા રહેવું, બેસવું કે શયન કરવું અને ઉપલક્ષણથી તેમની વસ્ત્ર, પાત્રાદિ કોઈ વસ્તુ પોતે વાપરવી તે ‘સંથારાવસ્થાન' આશાતના. (૩૨) ગુરુની આગળ તેમના કરતાં ઊંચા આસન ઉપર બેસવું તે ‘ઉચ્ચાસન' આશાતના. (૩૩) ગુરુ આગળ સરખા આસને બેસવું તે સમાસન' આશાતના.
આ ૩૩ આશાતના મુખ્યપણે સાધુને લક્ષમાં રાખીને જણાવવામાં આવી છે, છતાં ગૃહસ્થને પણ તે આશાતનાઓ થવાનો સંભવ રહે છે અને તેથી તેણે પણ તે આશાતના ન થાય તે માટે જાગૃત રહેવા યોગ્ય છે. આ આશાતનાઓથી નિવર્તવાથી સદ્ગુરુનો વિનય સચવાય છે. વિનયમાર્ગમાં ગુરુની વૈયાવચ્ચ કરવી, આશાતના ન કરવી આદિનું સ્થાન છે જ, પણ મુખ્ય વિનય તો સદ્ગુરુની આજ્ઞાનું આરાધન છે. વળી, તે વિનય-વૈયાવૃત્યુ પણ માન-પૂજાની ઇચ્છા વગર આત્માર્થે થવાં જોઈએ. જો જીવ આશાતના ન થાય એનું ધ્યાન રાખે, પણ સદગુરુના વચનને અપ્રધાન કરે તો તે જીવ વિનયમાર્ગનો મૂળ હેતુ સમજ્યો નથી. ગુરુને પગ લગાડવો વગેરે જઘન્ય આશાતના છે, પરંતુ તેમની આજ્ઞા ન માનવી, આજ્ઞાથી વિપરીત વર્તવું તે મોટી આશાતના છે. શ્રીમદ્ કહે છે -
‘જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરનો સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તો વિશેષ દોષ લાગે છે તેનું તો ભાન નથી. માટે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તો તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે.'
વિનયનો અર્થ માત્ર સગુરુની શારીરિક સેવા સુધી સીમિત નથી. વિનયનો મૂળ અર્થ તો અર્પણતા, આજ્ઞાંકિતપણું છે. પોતાનું અભિમાન ઓગાળી આજ્ઞાપાલન કર્યા વિના સાચી સેવા થતી નથી. સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી, શ્રદ્ધાસહ સમર્પણ કરવું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૮ (ઉપદેશછાયા-૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org