________________
૪૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. તે સમજવા વિશિષ્ટ પ્રકારની પાત્રતા અપેક્ષિત છે. જેને પરિભ્રમણનો ખરેખરો થાક લાગ્યો હોય, પરિભ્રમણનાં કારણોથી જેને છૂટવું હોય, એવા જીવને પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય બંધાય છે. હવે મારે આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, પણ એક મારો આત્મા જ જોઈએ છે' એવી દઢ વૃત્તિથી જ અંત:કરણની શુદ્ધિ થાય છે, અભિપ્રાયમાં પલટો આવે છે અને મોક્ષને વિષે જ પ્રયાસ શરૂ થાય છે. જેને કેવળ આનંદમય પારિણામિક ભાવરૂપ સહજ દશાની અભિલાષા વર્તે છે અને સર્વ કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ ઉપાડવાનો નિર્ણય વર્તે છે તેવા મુમુક્ષુ જીવને શ્રી વીતરાગપ્રણીત વિનયમાર્ગની રુચિ થયા વિના રહેતી નથી. પોતાની અધૂરી, અશુદ્ધ દશાનું જેને ભાન થયું છે અને જે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરવા તૈયાર થયો છે એવા જીવને, જેમને વિષે પ્રગટ પુરુષાર્થ વર્તે છે એવા સદ્દગુરુ તથા સત્ના નિમિત્તરૂપ એવાં ધર્મસ્થાનો આદિ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી. આવા સુલભબોધિ, આત્માર્થી જીવ જ સ્વછંદનિરોધપણે આજ્ઞાપાલનરૂપ વિનયમાર્ગને સમજે છે. દુર્લભબોધિ, મતાથ, સ્વચ્છંદી જીવને વિનયની મહત્તા લક્ષમાં આવતી નથી. વિનયમાર્ગના રહસ્યથી અજાણ હોવાથી તે આત્મલાભથી વંચિત રહી જાય છે. જ્યાં સુધી સ્વચ્છેદ રહે છે, ત્યાં સુધી સત્પરુષનાં વચનો પ્રત્યે પ્રેમ પ્રગટતો નથી, તેમજ તે વચનોની નિઃશંક પ્રતીતિ પણ થતી નથી. સત્પરુષનાં વચનોને પરમ આદરથી અવધારવાને બદલે જીવ હું સમજું છું' તેવા ભમથી તે વચનોને ગૌણ કરે છે અથવા તે વચનોની યથાર્થતા વિષે તેને શંકા રહે છે. તેથી સમાગમમાં અપૂર્વ વિનયથી રહેવાને બદલે તેને સપુરુષને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે અને તે કલ્પનાના કારણે સત્પરુષના બતાવેલા માર્ગનું તેને દર્શન થતું નથી.
સુલભબોધિ “સુભાગ્ય' જીવ વિનયમાર્ગનો પરમાર્થ જાણતો હોવાથી તે વિનય ગુણની વૃદ્ધિ અર્થે સદ્ગુરુની નિશ્રામાં રહે છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. સદ્ગુરુ પણ તેને યોગ્ય પાત્ર જાણી, શાસ્ત્રનાં ગંભીર રહસ્યોને સમજાવી આત્મલક્ષ કરાવે છે. સદ્ગુરુનો સર્વ બોધ અને તેમની તમામ આજ્ઞા એ જ પરમાર્થને પ્રતિબોધવા અનુલક્ષિત હોય છે કે જીવ અનાદિથી અપ્રાપ્ત એવું નિજ નિર્મળ ચિદાનંદઘન સહજ આત્મસ્વરૂપ ભજે અને અન્ય સર્વ પરદ્રવ્ય તથા પરભાવરૂપ માયાના આવરણને તજે, જેથી તે પરમાત્મપદરૂપ અનંત સુખમાં વિરાજિત થઈ પરમ કૃતાર્થ થાય. સદ્ગુરુનાં બોધ અને આજ્ઞા વિનયાન્વિત સુભાગ્ય જીવના અંતરમાં યથાર્થપણે પરિણમે છે. આત્માનો લક્ષ કરાવનાર અને આત્માને સર્વ દુઃખથી મુક્ત કરવાનો ઉપાય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૮૫
‘વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે; દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભ રાગે અનુકૂલો રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org