________________
૪૦૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમનો પરિવાર વધતો જાય છે અને સાથે સાથે તેઓ સિદ્ધાંતવિરોધી બનતા જાય છે. ૧ સિદ્ધાંતવિરોધી કહેવાનું કારણ એ છે કે તેઓ જે કાંઈ ભણે છે તે માત્ર લોકરંજન કરવાની કળામાં કુશળ થવાના હેતુથી ભણે છે અને અનેક શિષ્યોનો પરિવાર હોવાથી તેઓ બીજાની આંખમાં સહેલાઈથી ધૂળ નાંખી શકે છે. પાંચ માણસ તેમનું સારું બોલે તેમાં તેઓ ફુલાઈ જાય છે. લોકો કઈ રીતે પોતાના વખાણ કરે એની જ સંકલના તેઓ અંતરમાં કર્યા કરે છે. તેમની ધર્મક્રિયાઓમાં પણ સાંસારિક ભાવોની પુષ્ટિ થતી હોય છે. તેઓ સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરી શકતા નથી અને વળી અહંકાર કરે છે કે ‘આટલા બધા લોકો મને માને છે, મારો ઉપદેશ સાંભળે છે.” વળી, લોકો આગળ પોતાની મહત્તા બતાવવા તેઓ પારકાના ગુણને પણ અવગુણરૂપે પ્રગટ કરે છે. તેઓ પોતાને સૌથી મહાન માની, જ્ઞાની પુરુષોને પણ અજ્ઞાનીમાં ખપાવે છે. પરમ જ્ઞાની મહાત્માની પ્રશંસા સાંભળીને તેઓ ઈર્ષ્યાથી બળીને ખાક થઈ જાય છે અને તેમની નિંદા કરે છે.
વળી, કેટલાક અસદ્ગુરુઓ તો પોતાના નિયત આચાર પણ પાળતા નથી અને વિનય કરનારા ભક્તો, અનુયાયીઓ પાસેથી પરિગ્રહ રહણ કરે છે. ક્યારેક તો તેમનાં અણછાજતાં વર્તન પણ જોવા મળે છે. તેઓ ધર્મના નામે શ્રદ્ધાળુ ભક્તો પાસેથી ધન પડાવે છે. તેઓ ભક્તોને એમ કહીને ભોળવે છે કે ‘તમે અમુક ધનનો ખર્ચ કરો તો ધર્મ થાય.' ધર્માધ ધનાઢ્ય ભક્તોને પોતાની ચાલાકીની જાળમાં ફસાવી, દેવ-ગુરુધર્મનાં કાર્યોના નામે ધન પડાવી, ધર્મની અવહેલના કરે છે અને ધર્મને વટાવી ખાય છે. આમ, તેઓ અનેક પ્રકારનાં દુશરિત્રો આચરે છે, વિષયોમાં આસક્ત રહે છે, નજીવા કારણથી કષાય કરે છે અને સમ્યક્ પુરુષાર્થમાં આળસ કરે છે. પોતાને જોઈતાં પુસ્તક, કપડાં આદિ અનેક વસ્તુઓ પાછળ પૈસા વાપરવાની પ્રેરણા કરે છે અને પૈસા ખરચનારનું અનુમોદન કરે છે. સ્વાર્થ પોષવા ઉપદેશ પણ એવો જ આપે છે. આમ, પરિગ્રહની અભિલાષાથી ઉત્સુત્ર ભાષણ કરે છે.
અસદ્દગુરુ શુદ્ધ પ્રરૂપણા કરતા નથી, પણ જે રીતે પોતાનો સ્વાર્થ સધાય અને જે રીતે લોકો પોતાના તરફ આકર્ષાય તેવો રુચિકર, રાગપોષક ઉપદેશ આપે છે. તેઓ અસત્યવૃત્તિ આચરી શકે તે અર્થે જૈન સિદ્ધાંતોને પણ ઉવેખે છે અથવા લોકોમાં સત્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ઉપદેશરહસ્ય', ગાથા ૧૫૩
'जह जह बहुस्सुओ संमओ अ सीसगणसंपरिखुडो अ ।
अविणिच्छिओ अ समए तह तह सिद्धंतपडिणीओ ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘જ્ઞાનસાર', પરિહારક, શ્લોક ૨
'परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजःकिराम् । श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org